- રાજ્યમાં કરફ્યુથી રાહતના સમાચાર આવશે?
- સરકાર કરફ્યુ હટાવે અથવા રાહત આપે તેવી શક્યતાઓ
- 30 જાન્યુઆરીની આસપાસ રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત
ગાંધીનગર : વધતા કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા એમ ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધો હતો. રાત્રિ કર્ફ્યુ અમલી થતાની સાથે જ શહેરોમાં કોરોના કેસ પણ વધી રહ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આગામી 1 ફેબ્રુઆરીથી હવે આ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવો કે નહિ તે અંગે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
શું રાત્રી કારફ્યુમાં મળશે રાહત?
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, જે રીતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ છે તેને ધ્યાનમાં લઇને રાજકીય પક્ષોને પ્રચાર પ્રસારમાં રાત્રી કર્ફ્યુ નડે તેમ છે. ત્યારે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આગામી સમયમાં રાત્રી કર્ફ્યુ માંથી રાહત આપે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર રાત્રી કર્ફ્યુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ને હટાવી પણ શકે છે.
રાત્રી કર્ફ્યુથી પરિસ્થિતિ કંટ્રોલમાં આવી?
જે રીતે દિવાળીના તહેવાર બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું હતું અને એક દિવસમાં સરેરાશ 1500થી વધુ કેસો સામે આવી રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાત્રિ કર્ફ્યુના કારણે કોરોના પર કંટ્રોલ મેળવવામાં આવ્યું હોય તેમ હાલનાં આંકડા જોઈને લાગી રહ્યું છે.