અમદાવાદ: ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને માત આપીને આ સીઝનની ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન કાયમ કરી લીધું હતું. જ્યારે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર 2માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને પરાસ્ત કરીને પોતાની જગ્યા કરી હતી. પણ ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ ગુજરાતને કોઈ મોટો સ્કોર આપી શકી નથી. રાજસ્થાન રોયલ્સે પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ગુજરાતની ટીમના બોલર્સનો રીતસરનો તરખાટ જોવા મળ્યો હતો. રાજસ્થાન રોયલ્સે જીતવા માટે ગુજરાતને 131 રનનો ટાર્ગેટ આપી દીધો છે. બીજી ઈનિંગ્સમાં ઓપનિંગ કરવા માટે સાહા અને ગિલ ઊતર્યા હતા. જોકે, પહેલી વિકેટ સાહાની પડતા પ્રસિદ્ધ કિષ્નાને સફળતા મળી હતી. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓમાં નવી ઊર્જા જોવા મળી હતી. સાહા પાંચ રને આઉટ થઈ ગયો હતો. સાહા બાદ મેથ્યુ વેડની વિકેટ પડી હતી. પરાગે કેચ પકડતા બોલ્ટની ઓવરમાં રાજસ્થાનને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ હતી. વેડે 10 બોલમાં 8 રન કર્યા હતા.
પહેલા બેટિંગ કરી સૌથી ઓછો સ્કોર: રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરીને સૌથી ઓછો સ્કોર આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સમાંથી સૌથી વધારે રન 39 બટલરે કર્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલે 22 રન બનાવ્યા હતા. રન મશિન ગણાતા બેટ્સમેન કોઈ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. હાર્દિક પંડ્યાએ કુલ 17 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. જેમાં સૌથી વધુ મહત્ત્વની બટલરની રહી હતી. જ્યારે સાઈ કિશોરે બે મોટી વિકેટ ખેરવી હતી. હાર્દિકે સંજુ સેમસન, જોસ બટરલ અને શિમરન હેટમાયરની વિકેટ ખેરવી હતી. આમાંથી એક પણ ખેલાડી લાંબા સમય સુધી ટકી ગયો હોત તો ગુજરાતની મુશ્કેલી વધે એમ હતી.
રાજસ્થાન રોયલ્સ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાન રોયલ્સની પ્રથમ વિકેટ 31 રને પડી છે. જયસ્વાલે લાંબી સિક્સર ફટકારી હતી. બીજી સિક્સર મારવાના મૂડમાં જયસ્વાલે દયાલની ઓવરમાં જોરદાર સ્ટ્રોક માર્યો હતો. જેમાં સાઈ કિશોરે કેચ કરતા જયસ્વાલ આઉટ થયો છે. આમ રાજસ્થાનને 31 રને પહેલો ફટકો પડ્યો છે. ત્યાર બાદ દેવદત્ત પડીક્કલ (2) (10), સંજુ સેમસંન (14), (11) અને જોસ બટલર (39) (35) રને આઉટ થઈ ગયા હતા. જ્યારે હેટમાયરનો હાર્દિકે કેચ પકડ્યો હતો. હેટમાયર 12 બોલમાં 11 રન કરીને આઉટ થઈ ગયો હતો. જ્યારે અશ્વિને 9 બોલમાં 6 રન કર્યા હતા. જેમાં મિલરે શાનદાર કેચ પકડ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાત ટાઈટન્સના અનોખા ચાહક નિકળ્યા વડોદરામાં, ભવ્ય બનાવી રંગોળી
સદી ચૂક્યો બટકર:અત્યાર સુધી બટલરની બેટિંગને ધમાકેદાર મનાતી હતી. જોસ બટલર ફાઈનલમાં આવીને પાણીમાં બેસી ગયો હતો. બટલર 35 બોલમાં માત્ર 39 રન જ બનાવી શક્યો હતો. હાર્દિકની શાનદાર બોલિંગમાં તે શિકાર થયો હતો. સંજુુને આઉટ કર્યા બાદ બટલરની વિકેટ હાર્દિકે ખેરવી હતી.