અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે IPL 2022ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્તાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર (Gujarat Titans beats Rajasthan Royals) થઈ હતી, પરંતુ ગુજરાતી પાવર સામે રાજસ્થાનનો પાવર ન ચાલ્યો. કારણ કે, ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ખિતાબ પોતાના (Gujarat Titans won IPL Final) નામે કરી લીધો હતો.
રાજસ્થાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર ટોસ જીતનારી ટીમ રન ચેઝ કરવાનું પસંદ કરે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. બાદમાં તેનો આ નિર્ણય ખોટો સાબિત (Gujarat Titans beats Rajasthan Royals) થયો હતો. તો રાજસ્થાને માત્ર 98 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે 20 ઓવરના અંતે રાજસ્થાને 130 રન બનાવીને ગુજરાત સામે જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.
ગુજરાતને શરૂઆતમાં તકલીફ પડી - IPLની ફાઈનલ મેચમાં બંને ટીમના બેટ્સમેનો માટે રન ફટકારવા અઘરા રહ્યા હતા. 131 રનનો ટારગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત પણ ખરાબ જ રહી હતી. જોકે, 4.3 ઓવરમાં ગુજરાતે પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી અને ફક્ત 23 રન સ્કોર બોર્ડ પર હતા. પરંતુ એક છેડેથી ઓપનર શુભમન ગિલ સાવચેતીથી રમી રહ્યો હતો. ત્યારે એન્ટ્રી થઈ હાર્દિકભાઈ જોરદારની એટલે કે હાર્દિક પંડ્યાની. હાર્દિક પંડ્યાએ (Hardik Pandya Man of the Match) 30 બોલમાં 34 રન ફટકાર્યા હતા. જોકે, તે આઉટ થતા ડેવિડ મિલર ક્રિઝ પર આવ્યો હતો અને તેણે 19 બોલમાં 32 રન ફટકાર્યા હતા. જ્યારે વિજયી છગ્ગા સાથે ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી IPL 2022નું ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું.