ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સંલગ્ન તમામ કૉલેજને IQAC કમિટી નિમવા આદેશ - ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી

ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન અને UGCની ગાઈડલાઈન પ્રમાણે દરેક સંસ્થાઓએ વર્ષ -2022 સુધી NBA અથવા NAAC એક્રિડિટેશન મેળવવું આવશ્યક છે. જેમાં IQAC કમિટી પણ મહત્વનો ભાગ ભજવે છે. જે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મદદરૂપ થશે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સંલગ્ન તમામ કૉલેજને IQAC કમિટી નિમવા આદેશ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સંલગ્ન તમામ કૉલેજને IQAC કમિટી નિમવા આદેશ

By

Published : Mar 2, 2021, 3:35 PM IST

  • વર્ષ -2022 સુધીમાં NBA અથવા NAAC એક્રિડિટેશન મેળવવું આવશ્યક
  • 15 માર્ચ સુધી દરેક કૉલેજે IQAC કમિટીની રચના કરવી પડશે
  • ડાયરેક્ટર્સથી લઈને કમિટી મેમ્બર તથા મેનેજમેન્ટ અને ઈન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ જેવા વિવિધ તજજ્ઞોની વરણી કરવામાં આવશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંચાલિત અને સંલગ્ન તમામ કૉલેજ, વર્ષ-2022 સુધીમાં NBA અથવા NAAC એક્રિડિટેશન પ્રાપ્ત કરે તે માટે GTU દરેક સ્તરે કાર્યરત છે. જેના અનુસંધાને GTU દ્વારા તાજેતરમાં સંલગ્ન તમામ સંસ્થામાં “ઈન્ટર્નલ ક્વાલિટી એન્સ્યોરન્સ સેલ” (IQAC) કમિટીની રચના કરવા માટેનો પરિપત્ર આપવામાં આવ્યો છે. ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન અને UGCની ગાઈડલાઈન પ્રમાણે દરેક સંસ્થાઓએ વર્ષ -2022 સુધીમાં NBA અથવા NAAC એક્રિડિટેશન મેળવવું આવશ્યક છે. જેમાં IQAC સેલ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. જે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મદદરૂપ થશે. તમામ સંલગ્ન સંસ્થાઓ NBA અથવા NAAC એક્રિડિટેશન મેળવેએ માટે GTU સતત કાર્યરત રહશે. IQAC કમિટીની રચનાથી લઈને સફળ સંચાલન અર્થે તમામ સંલગ્ન સંસ્થાઓને GTU IQAC હેડ ડૉ.એસ. ડી.પંચાલ અને કો-ઓર્ડિનેટર ડૉ. કૌશલ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

GTU દ્વારા પણ વિવિધ સ્તર પર વર્કશોપ, ટ્રેનિંગ અને સેમિનારનું આયોજન કરવામાં આવશે

NAAC અને UGCની ગાઈડલાઈન પ્રમાણે દરેક સંસ્થામાં આગામી 15 માર્ચ સુધી IQAC કમિટી રચના કરવા માટે GTU દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં ડાયરેક્ટર્સથી લઈને કમિટી મેમ્બર તથા મેનેજમેન્ટ અને ઈન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ જેવા વિવિધ તજજ્ઞોની વરણી કરવામાં આવશે. શિક્ષણનું ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવું, UGCની ગાઈડલાઈન પ્રમાણે ગુણવત્તાયુક્ત રીસર્ચ થવું, શ્રેષ્ઠ અધ્યાપકોની નિમણૂક કરવી તથા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરીની તકો માટે સાનૂકુળતા રહે તે હેતુસર, વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે IQAC કમિટી કાર્યરત રહશે. સંલગ્ન તમામ સંસ્થાની IQAC કમિટીના માર્ગદર્શન માટે GTU દ્વારા પણ વિવિધ સ્તર પર વર્કશોપ, ટ્રેનિંગ અને સેમિનારનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details