ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Tablet Distribution Scheme: અનેક રજૂઆત છતાં રાજ્યના વિદ્યાર્થીઓને નથી મળી રહ્યા ટેબલેટ - વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત

ગુજરાતમાં અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા અંગે ડિપ્લોમા સેલ્ફ ફાઈનાન્સ એસોસિએશને સરકારને (Diploma Self Finance Association on Tablet) રજૂઆત કરી હતી. તેમ છતાં હજી સુધી અનેક વિદ્યાર્થીઓ (Gujarat Tablet Distribution Scheme) ટેબલેટથી વંચિત છે. તેવામાં હવે વિદ્યાર્થીઓએ ફી પેટે આપેલી ફી પરત કરવાની માગ ઊઠી (Submission to the Government regarding the tablet) રહી છે.

Gujarat Tablet Distribution Scheme: અનેક રજૂઆત છતાં રાજ્યના વિદ્યાર્થીઓને નથી મળી રહ્યા ટેબલેટ
Gujarat Tablet Distribution Scheme: અનેક રજૂઆત છતાં રાજ્યના વિદ્યાર્થીઓને નથી મળી રહ્યા ટેબલેટ

By

Published : Feb 21, 2022, 1:06 PM IST

અમદાવાદઃ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 પછીના તમામ કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓને 1,000 રૂપિયામાં ટેબલેટ આપવાની (Gujarat Tablet Distribution Scheme) જાહેરાત કરી હતી. જોકે, ડિજિટલ એજ્યુકેશનની વાતો વચ્ચે હજી સુધી અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત (Students deprived of tablets) છે. એટલું જ નહીં સરકારે આ યોજના જ (Gujarat Tablet Distribution Scheme) બંધ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને નથી મળ્યા ટેબલેટ

આ પણ વાંચો-Raging In Jamnagar Physiotherapy College: એન્ટિ રેગિંગ કમિટીની તપાસમાં 15 વિદ્યાર્થી દોષી જાહેર

કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને નથી મળ્યા ટેબલેટ

રાજ્યમાં વિવિધ યુનિવર્સિટીના 60,000 કરતા વધુ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ થયું નથી. વર્ષ 2019માં જે વિદ્યાર્થીઓએ 1,000 રૂપિયા ભર્યા હતા. તેમને કોરોના કાળમાં ટેબલેટની જરૂરિયાત હતી, તેમ છત્તાં સરકારે ટેબ્લેટ આપ્યા નથી કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા.

આ પણ વાંચો-Innovated Unique Glasses: આ ચશ્મા પહેર્યા બાદ ડ્રાઈવિંગ કરતી વખતે નહીં આવે ઉંઘ, જાણો કારણ...

વર્ષ 2020-21માં ટેબલેટ માટેનું રજિસ્ટ્રેશન પણ બંધ કરાયું

એટલુ જ નહીં વર્ષ 2020 અને 2021માં તો જાણે કે, આ યોજના બંધ થઈ (Gujarat Tablet Distribution Scheme) ગઈ હોય તેમ ટેબલેટનું રજિસ્ટ્રેશન જ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ડિપ્લોમાં સેલ્ફફાઈનાન્સ એસોસિયેશનના પ્રમુખ (Diploma Self Finance Association on Tablet) દ્વારા પણ રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી તેમ છત્તાં હજૂ સુધી ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. ત્યારે આવા વિદ્યાર્થીઓને ટેબ્લેટની ફી વ્યાજ સહીત સરકાર પરત કરે તેવી માંગ કરવામાં આવી છે.

શિક્ષણ પ્રધાને વિદ્યાર્થીઓની માફી માગી છતાં ન મળ્યા ટેબલેટ

રાજ્યના નવા શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ થોડા સમય પહેલા વિદ્યાર્થીઓને થોડાક સમયમાં ટેબલેટ ઉપલબ્ધ (Gujarat Tablet Distribution Scheme) કરાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ જાણે કે, વાહવાહી લૂંટવા શિક્ષણ પ્રધાને ટેબલેટથી વંચિત (Students deprived of tablets) વિદ્યાર્થીઓની માફી પણ માગી હતી, પરંતુ વિદ્યાર્થીઓને ટેબલેટ ક્યારે મળશે તે પ્રશ્ન હજી પણ યથાવત્ છે.

ABOUT THE AUTHOR

...view details