અમદાવાદદિવાળીનો તહેવાર નજીક આવે (Diwali Festival) છે. ત્યારે અનેક લોકો પોતપોતાના વતનમાં દિવાળીની (Diwali Festival) ઉજવણી કરવા માટે જશે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમે દિવાળીના તહેવાર દરમિયાન વધારાની (Gujarat State Road Transport Corporation extra bus) બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે 19થી 24 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ, સુરત ઉપરાંત અન્ય મુખ્ય ડેપોમાંથી જરૂરિયાત મુજબ 2,300 જેટલી વધારાની બસોનું સંચાલન (Gujarat ST Bus) કરવાની જાહેરાત કરવામાં આવી છે.
દિવાળીમાં હવે ગામડે જવામાં નહીં પડે અગવડ, ST નિગમ દોડાવશે વધારાની 2300 બસ - ગુજરાત એસટી બસ
દિવાળી દરમિયાન (Diwali Festival) લોકોને પોતપોતાના વતનમાં જવામાં તકલીફ ન પડે તે માટે એસટી નિગમે મહત્વનો નિર્ણય કર્યો (Gujarat ST Bus) છે. નિગમે 19થી 24 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં 2,300 વધારાની બસો દોડાવવાની (Gujarat State Road Transport Corporation extra bus) જાહેરાત કરી છે.
અમદાવાદથી દરરોજ 150 બસ વધારાની દોડશે આ અંગે એસટી નિગમના (Gujarat ST Bus) સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદથી દરરોજની 150 જેટલી બસો (Gujarat ST Bus) સૌરાષ્ટ્ર અને પંચમહાલ, ગોધરા, ઝાલોદ માટે દોડાવવામાં આવશે. એ જ રીતે સુરતથી પણ દરરોજ 200 જેટલી બસો સૌરાષ્ટ્ર અને પંચમહાલ તરફ દોડાવવામાં આવશે. જ્યારે અન્ય ડેપોથી પ્રવાસીઓની ભીડ વધતાં જરૂરિયાત મુજબ વધારાની બસો (Gujarat State Road Transport Corporation extra bus) દોડાવવાની ડેપો મેનેજરોને સૂચના પણ આપી દેવાઈ છે.
21000 ટ્રીપ દોડાવાય તેવી શક્યતા એસટી નિગમ દ્વારા દિવાળી દરમિયાન (Diwali Festival) વધારાની બસોના સંચાલનમાં 21,000 જેટલી (Gujarat ST Bus) ટ્રિપ દોડાવવામાં આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે, દિવાળી દરમિયાન ગામડે જવા માટે લોકોની ભારે ભીડ જોમતી હોય છે. ત્યારે લોકોને અગવડ ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.