ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત - બોર્ડની ચૂંટણી

ગુજરાત શિક્ષણ બોર્ડ બોર્ડની આજે રાજ્યભરમાં ચૂંટણી યોજાઈ રહી છે. કુલ બેઠકોમાંથી બે બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયા બાદ 7 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે. લગભગ પાંચ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે અને સરકારે એક્ટમાં સુધારો કર્યા બાદ હવે 26ને બદલે માત્ર નવ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. જેથી જંગ રસાકસીભર્યો છે. આ ચૂંટણીનું પરિણામ 28 સપ્ટેમ્બર જાહેર થશે.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

By

Published : Sep 25, 2021, 1:12 PM IST

  • રાજ્યમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ
  • મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વ્યવસ્થા કરાઈ


    અમદાવાદઃ બોર્ડની ચૂંટણીમાં 36 ઉમેદવારો માટે રાજ્યમાં 107 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. જે 6175 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.. નવ બેઠકોમાંથી બી.એડ.કોલેજ આચાર્યની બેઠક અને સરકારી સ્કૂલના શિક્ષકની બેઠક સહિત બે બેઠક બિનહરીફ થતાં હવે 7 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. સ્કૂલ આચાર્યની એક બેઠક માટે ત્રણ ઉમેદવાર, સંચાલક મંડળના પ્રતિનિધિઓની બેઠક માટે 6000 ઉચ્ચતર બુનિયાદી શિક્ષકની એક બેઠક માટે ચાર ઉમેદવાર, માધ્યમિક શિક્ષકની એક બેઠક માટે ઉમેદવાર વહીવટી કર્મચારી મંડળની એક બેઠક માટે ઉમેદવાર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે ત્રણ ઉમેદવાર અને વાલીમંડળની બેઠક માટે ચાર ઉમેદવાર સહિત 24 ઉમેદવારો મેદાનમાં છે.

ગેરરીતિ ન આચરાય તેનું ધ્યાન

વહેલી સવારથી 8 વાગ્યાથી જ મતદાન મથકો ઉપર મતદારો આવ્યા હતાં. જ્યારે મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું કે હાલમાં સમગ્ર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. દરેક મતદાન મથકો ઉપર ચૂંટણી અધિકારી મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં. આ ઉપરાંત હાલમાં કોરોનાને ધ્યાનમાં લઈને કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.

દરેક મતદાન મથકો ઉપર ચૂંટણી અધિકારી મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં

28 સપ્ટેમ્બરે પરિણામ આવશે

વાલીમંડળના ઉમેદવાર કિરણ વ્યાસે અમે વાલીમંડળની બેઠકમાં બહુમતથી જીતીશું તેવી આશા જણાવી હતી. તેમણે કહ્યું કે અમે જીતીશું તો વિદ્યાર્થીઓના અને વાલીઓના અનેક મુદ્દાઓ લઈને કામ કરીશું. આ ચૂંટણીનું 28 સપ્ટેમ્બરે 24 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે પરંતુ હાલમાં તો દરેક ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી હતી..


આ પણ વાંચોઃ BLO ની કામગીરીથી છુટા કરવા શિક્ષકોએ ચૂંટણી અધિકારીને પત્ર લખી કરી રજુઆત

આ પણ વાંચોઃ જાણો શુ છે ગરૂડા એપ્લિકેશન અને શુ છે ચૂંટણી શાખાનો જવાબ

ABOUT THE AUTHOR

...view details