- દિવાળીમાં લઈને STની એક્સ્ટ્રા બસમાં મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે
- અગાઉ દિવાળી સમયે બમણું ભાડું વસુલ કરવામાં આવતું હતું
- કોરોનાના કારણે ગત વર્ષે સવા ઘણું ભાડું વસુલ કરવામાં આવ્યું હતું
અમદાવાદ: દિવાળી (Diwali)ના સમયે રાજ્યના ખૂણે-ખૂણેથી મોટા શહેરોમાં કામ કરવા આવતા લોકો પોતાના વતન જાય છે. દિવાળીમાં ST બસો (ST Bus)માં ભીડ જોવા મળે છે. આવા સમયે રાજ્ય માર્ગ પરિવહન નિગમ (State Road Transport Corporation) દ્વારા દર વર્ષે એક્સ્ટ્રા બસો (Extra Buses)નુ સંચાલન કરવામાં આવતું હોય છે. આ વખતે પણ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા દિવાળીને ધ્યાનમાં લઈને 29 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન 1,200 એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે.
મુસાફરો, રત્ન કલાકારો અને મજૂર વર્ગે સવા ગણું ભાડું ચૂકવવું પડશે
જો કે રેગ્યુલર ચાલતી બસ ઉપરાંતની તહેવારો સમયની એક્સ્ટ્રા બસોમાં દિવાળીમાં માર્ગ પરિવહન નિગમ દ્વારા બમણું ભાડું વસૂલ કરાતુ હોય છે, પરંતુ ગયા વર્ષે કોરોના મહામારીને જોતા સવા ઘણું ભાડું વસુલ કરવામાં આવ્યું હતું. એટલે કે જો રેગ્યુલર બસમાં 100 રૂપિયા ભાડુ હોય તો એક્સ્ટ્રા બસમાં 125 રૂપિયા ચૂકવવા પડે. આ વર્ષે પણ આ વ્યવસ્થાને ચાલું રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે મધ્યમ વર્ગના મુસાફરો, રત્ન કલાકારો અને મજૂર વર્ગોએ ઝડપી પોતાના વતન જવા 25 ટકા ભાડા વધારાનો સામનો કરવો પડશે.