ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેકશન બોર્ડે દિવ્યાંગો માટે 4ની જગ્યાએ 3 ટકા આરક્ષણ રાખ્યું, ગુજરાત હાઈકોર્ટમાં અરજી - Gujarat Secondary Service Selection Board has reserved 3 percent instead of 4 for the differently abled candidates

ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેકશન બોર્ડમાં દિવ્યાંગો માટે રાખેલા આરક્ષણની જગ્યાઓને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા હાલમાં જ સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડીટર અને હેડ ક્લાર્કની કુલ 320 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે, પરંતુ આ ભરતીમાં દિવ્યાંગો માટે માત્ર 3 ટકા જગ્યા ફાળવતા હાઈકોર્ટમાં અરજી થઈ છે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ

By

Published : Aug 4, 2021, 7:50 PM IST

  • ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડે દિવ્યાંગો માટે 3 ટકા જગ્યાઓ ફાળવી
  • દિવ્યાંગો માટેના કાયદામાં કુલ જગ્યાઓના 4 ટકા ફાળવણી કરવાની છે જોગવાઈ
  • આરક્ષણ વધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, ગુરુવારે થશે સુનવણી

અમદાવાદ: દિવ્યાંગો માટેના કાયદા મુજબ કુલ જગ્યાની 4 ટકા જગ્યાઓ દિવ્યાંગો માટે રાખવાનો નિયમ છે. તેમ છતા ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તાજેતરમાં જ સબ એકાઉન્ટન્ટ અને હેડ ક્લાર્ક માટેની 320 જગ્યાઓમાં દિવ્યાંગો માટે માત્ર 3 ટકા જગ્યા ફાળવવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

નવી ભરતીમાં માત્ર 3 ટકા જગ્યા રાખતા કોર્ટમાં અરજી

અહીં ઉલ્લેખનીય છે કે, right of person with disability act 2016 મુજબ દરેક ભરતીમાં બહાર પાડવામાં આવેલી કુલ જગ્યા પૈકી 4 ટકા જગ્યા દિવ્યાંગો માટે રાખવાનો નિયમ છે. પરંતુ ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેકશન બોર્ડે બહાર પાડેલી સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડીટર અને હેડ ક્લાર્ક નિકુલ 320 જગ્યાઓ પૈકી માત્ર ત્રણ ટકા જગ્યાઓ દિવ્યાંગોને ફાળવી છે. આ જગ્યાઓ વધારીને 4 ટકા કરવામાં આવે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે ગુરુવારે આ મુદ્દે સુનવણી થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details