- કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મોત અંગેના આંકડા કર્યા જાહેર
- મહારાષ્ટ્રમાં સૌથી વધુ 85 અને ગુજરાતમાં 21 મોત પોલીસ કસ્ટડીમાં થયા
- મંત્રાલયે 1 જાન્યુઆરી 2021થી 15 નવેમ્બર 2021 સુધીના આંકડા કર્યા જાહેર
અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મોત અંગેના આંકડા (Custodial Death Report 2021) જાહેર કર્યા છે. કસ્ટોડિયલ ડેથમાં 26 મોતની સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમાંકે છે. જ્યારે ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં (Custodial Death In Gujarat) લોકોના મોત થયા છે. તો બિહારમાં 18, ઉત્તરપ્રદેશમાં 11, મધ્યપ્રદેશમાં 11 મોત થયા છે. આ આંકડાઓ મુજબ, પોલીસ કસ્ટડીમાં 151 લોકોના મોત થયા છે, જેમાંથી 14 ટકા મોત ગુજરાતમાં થયા છે.
Custodial Death in India :કસ્ટોડિયલ ડેથ મામલે મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમાંકે, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપી માહિતી ગુજરાતમાં હજી પણ કસ્ટડીમાં ત્રાસની ઘટના જોવા મળે છે
મંગળવારે લોકસભામાં સમક્ષ રજૂ કરાયેલા આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં હજી પણ કસ્ટડીમાં ત્રાસની ઘટનાઓ જોવા મળી રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કચ્છ પોલીસે 2 લોકોને પકડ્યા હતા. આ શંકાસ્પદોને ઘરફોડના કેસમાં માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ જેલમાં જ તેમનું મોત થયું હતું. આ પછી આ અંગે ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
Custodial Death in India :કસ્ટોડિયલ ડેથ મામલે મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમાંકે, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપી માહિતી સપ્ટેમ્બરમાં અરવલ્લી અને ગોધરામાં થયા હતા શંકાસ્પદ મોત
બીજી તરફ સપ્ટેમ્બરમાં અરવલ્લી પોલીસે ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં એક યુવકને પકડી તેની પૂછપરછ કરી હતી. જોકે, ત્યારબાદ આ યુવકનો મૃતદેહ ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, યુવક પોલીસનો ત્રાસ સહન કરી શકતો નહતો એટલે જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.આ જ મહિને પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો હતો. અહીં માંસ વેચવનારા વેપારી કાસીમ હયાતની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ગોધરા પોલીસ સ્ટેશનમાં તેનો મૃતદેહ પણ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.
ગુજરાતની છબી સારી નથી
આના પરથી કહી શકાય છે કે, લોક-અપમાં ત્રાસની ઘટનાઓ તેમ જ ન્યાયિક કસ્ટડી અથવા તો જેલમાં મૃત્યુના સંદર્ભમાં પણ રાજ્યની છબી સારી નથી. નાણાકીય વર્ષ 2018-19 અને 2020-21ના સમયગાળામાં ગુજરાતની વિવિધ જેલમાં 202 મૃત્યુ થયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન 2020ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વગર રાખવામાં આવેલા 15 ટકા લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: