અમદાવાદ/દિલ્હી : ગુજરાત રમખાણ કેસમાં (Gujarat 2002 Riots Case) એક પછી એક નવા પત્તા ખૂલી રહ્યા (Big reveal of SIT in Gujarat riots case) છે. ત્યારે હવે SITએ આ મામલે મોટો ખૂલાસો કર્યો છે, જે મુજબ કૉંગ્રેસના પૂર્વ નેતા એહમદ પટેલે (Allegation on Congress Former Leader Ahmed Patel) સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર. બી. શ્રીકુમાર અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને પૈસા આપ્યા હતા. આ પૈસા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે (Conspiracy to implicate the then CM Narendra Modi) આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ત્રણેય આરોપીઓએ લીધા હતા પૈસા -સાથે જ SITએ કહ્યું હતું કે, વર્ષ 2002ના ગુજરાત રમખાણો (Gujarat 2002 Riots Case) બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને કથિત રીતે ફ્રેમ કરવા અને તેમની સરકારને પાડી દેવા આ ત્રણ આરોપીઓએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા.
તપાસ માટે રચાઈ SIT - મહત્વનું છે કે, ગુનાહિત ષડયંત્ર અને બનાવટી બનાવવા માટે આર. બી. શ્રીકુમાર સાથે સેતલવાડની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. તો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર્સ મિતેશ અમીન અને અમિત પટેલ, SITના SP બી.સી. સોલંકીએ શુક્રવારે સેશન્સ કોર્ટમાં તિસ્તા, શ્રીકુમારે કરેલી જામીન અરજી સામે સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ કૉંગ્રેસ તરફથી પૈસા અને અન્ય લાભ મેળવવા માટે ગેરકાયદેસર રીતે મોટી રકમ મેળવી હતી.
આ પણ વાંચો-ભાજપ સરકારને બરતરફ કરવાના ષડયંત્રનો ભાગ હતી તિસ્તા સેતલવાડ
તિસ્તા-શ્રીકુમારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા - ઉલ્લેખનીય છે કે, અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે 2 જુલાઈએ સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ગોધરા કાંડ પછીના રમખાણો પછી SITએ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (Conspiracy to implicate the then CM Narendra Modi) અને ગુજરાત સહિત અનેક લોકોને બદનામ કરવાના વિવિધ કમિશન અને અરજીઓમાં તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ગંભીર આરોપો મૂક્યા હતા.