ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત પોલીસ 9થી 20 સપ્ટેમ્બર વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજશે

9 સપ્ટેમ્બરથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થવાની છે. જેને લઇને હેલ્મેટ ભંગના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ 9થી 20સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ નહીં પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે.

ETV BHARAT
ગુજરાત પોલીસ 9થી 20 સપ્ટેમ્બર વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજશે

By

Published : Sep 9, 2020, 4:44 AM IST

અમદાવાદઃ કોરોનાના લોકડાઉન બાદ હવે અનલોક થકી જાહેર રોડ રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે, પરંતુ લોકો હવે જાહેર માર્ગો ઉપર હેલ્મેટ વિના ફરી રહ્યા છે. જેથી હેલ્મેટના કાયદાનું પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિશેષ મુહિમ શરૂ કરવામાં આવી રહી છે. 7 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ કમિટી ઓફ રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા માટે એક બેઠક રાખવામાં આવી હતી. જેમાં રાજ્યોમાં બનતા રોડ અકસ્માતમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુ દર અને ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થવાનો દર વધુ જોવા મળ્યો છે.

ગુજરાત પોલીસ 9થી 20 સપ્ટેમ્બર વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજશે

મંગળવારે પોલીસ મહાનિર્દેશક અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સમાં સૂચના આપવામાં આવી કે, 9થી 20મી સપ્ટેમબર દરમિયાન સમગ્ર રાજ્યમાં મેગા ડ્રાઇવ થકી લોકોને હેલ્મેટનું ચૂસ્ત પાલન કરવામાં આવે. જેને લઈ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં હેલ્મેટ ડ્રાઇવ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details