અમદાવાદ : સોમવારની સાંજે હેકર્સ દ્વારા ગુજરાત પોલીસને (Twitter Account Hacked) પડકાર ફેંકતા ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાત પોલીસના સ્થાને એલન મસ્કનું નામ લખી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રોફાઈલ પિક્ચરમાં પણ એલન મસ્કના સ્પેસ એક્સ રોકેટનો ફોટો લગાવી દેવામાં આવ્યો હતો. જો કે, આ મામલે તરત જ સાયબર (Gujarat Police Twitter Account Hacked) પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક આ પણ વાંચો :Umesh Kolhe Murder Case : નુપુર શર્માને સમર્થન કરનારાઓને આવી રહ્યા છે ધમકીભર્યા કોલ
હર્ષ સંઘવીએ આપી માહિતી - ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ એકાઉન્ટ હેક થવાની (Harsh Sanghvi Twitter) પુષ્ટિ કરી હતી અને ગુજરાત પોલીસના એકાઉન્ટ પરથી કોઈ માહિતી કે મેસેજ પર પ્રતિક્રિયા ન આપવા વિનંતી કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ID પર કોઈ માહિતી ન જણાવવા સૂચન કર્યું છે. સાયબર ક્રાઇમની ટીમ (Cyber Crime Team) તપાસમાં લાગી છે. જોકે હેક થયેલા એકાઉન્ટ પર કોઈ પણ પ્રકારની ચાલ ચલગત જોવા મળી નથી.
આ પણ વાંચો :Software Source Code Hack : સોફ્ટવેર સોર્સ હેક કરીને પોતાના નામે સોફ્ટવેર વેચનાર આરોપી ઝડપાયો
ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર -ગુજરાત પોલીસ વિવિધ સોશિયલ મીડિયા (Gujarat Police Social Media) પ્લેટફોર્મ એક્ટિવ છે. જો કે, આજે થોડા સમય માટે ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ હેક થઈ ગયું છે. હાલમાં સાયબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. ત્યારે હેકર્સ દ્વારા ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. જોકે, હાલ ગુજરાત પોલીસનું નામ પણ બરાબર બતાવી રહ્યું છે.
ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક