હૈદરાબાદ: રાજ્યમાં ચકચારી લઠ્ઠાકાંડ પછી પોલીસે રાજ્યભરમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જોકે, આ સમયે પણ કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જેવો ઘાટ જોવા મળ્યો હતો. કારણ કે, એક તરફ રાજ્યભરની પોલીસ દારૂના અડ્ડા પર દરોડા પાડી આરોપીઓને પકડી રહી છે. તેમ છતાં આ સમયે પણ કેટલાક પોલીસ કર્મચારીઓ હપ્તા લેવાનું ચૂકતા નથી.
પોલીસકર્મીઓ સસ્પેન્ડ - રાજ્યમાં ચકચારી લઠ્ઠાકાંડ (કેમિકલ કાંડ) મામલે (Gujarat Chemical Kand) ગૃહ વિભાગે મોટી કાર્યવાહી (State Home Department in Action) કરી છે. ગૃહ વિભાગે આ મામલે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ મેટ્રોમાં સિક્યોરિટી ઈન્ચાર્જની સત્તા સોંપવામાં આવી છે અને બોટાદના SP કરણરાજ વાઘેલાને ગાંધીનગરની સરકારી બિલ્ડીંગોની સુરક્ષા સોંપવામાં આવી છે. તો આ સાથે જ બોટાદના DySP એસ. કે. ત્રિવેદી, ધોળકાના DySP એન. વી. પટેલ, ધંધુકાના PI કે. પી. જાડેજા, બરવાળાના PSI બી. જી. વાળા સહિત રાણપુર PSI રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લઠ્ઠાકાંડની તપાસ વચ્ચે પોલીસની હપ્તાખોરી -હજી તો બોટાદ લઠ્ઠાકાંડનો મામલો શાંત નથી થયો ત્યાં તો અમદાવાદમાં પોલીસની હપ્તા ઉઘરાણીનો વીડિયો વાઈરલ થયો છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ મહિલા બૂટલેગર પાસે ઉઘરાણી કરી રહી હતી. તેનો વીડિયો વાઈરલ થયો હતો. જોકે, ETV Bharat આ વીડિયોની પુષ્ટી નથી કરતું.
કેમિકલ કાંડ પછી પોલીસ જાગી - મહત્વનું છે કે, કેમિકલ કાંડ (Gujarat Chemical Kand) બાદ રાજ્યમાં પોલીસ સફાળી જાગી છે. ત્યારે પોલીસે 200થી વધુ ટીમ બનાવીને તમામના ઘરે ઘરે જઈને અને વાડી-ખેતરમાં જઈને તપાસ હાથ ધરી હતી. તેમ જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ - તો આ કેમિકલ કાંડ બાદ પોલીસે રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ (Gujarat Police Special Drive) ધરી છે. તેમાં દેશી દારૂના 2,200થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો આ ઘટનામાં 3 ગુના દાખલ કરીને કુલ 38 આરોપીઓમાંથી અત્યાર સુધી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો-Botad Lathha Kand: વૃદ્ધ મહિલાની જિંદગીનો છેલ્લી ઘડીનો ટેકો ઝેરી દારૂએ છીનવી લીધો