અમદાવાદ: ATSના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઈનનો જથ્થો કરાચીથી ભારત પાકિસ્તાન (Gujarat-Pakistan Drugs Racket) IMBL નજીકથી આશરે 35 નોટીકલ માઇલ દુર પાકિસ્તાની બોટથી આવવાનો છે અને પંજાબમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલાને મોકલવામાં આવવાનું હતું. જે બાતમીના આધારે ATSની ટીમ જખૌ ખાતે આવી અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી કોસ્ટગાર્ડની બોટમાં બેસી રવાના થઈ. આ બાતમીના આધારે પેટ્રોલિંગમાં રહી જખૌ (jakhou coast guard)થી 35 નોટિકલ માઇલ ભારતીય જળસીમામાં શંકાસ્પદ બોટ જોવા મળી હતી અને આ બોટને આંતરી બોટમાં રહેલા 6 પાકિસ્તાની અને તેમની પાસે રહેલા 77 કિલોગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો હતો.
હરિ 1, હરિ 2, કોડવર્ડથી સંપર્ક કરી ડિલિવરી
હાજી હાસમ અને હાજી હસન જેમનો સંપર્ક કરી તેઓ હાજી હાસમના ભાણા મામુ અને બે ઈસમો મારફતે ફાઇબર બોટમાં પ્રતિબંધિત હેરોઈન (Heroin in pakistani boat at kutch)નો જથ્થો મોકલાવેલ હતો અને આ હેરોઈનનો જથ્થો ભારતીય જળસીમામાં જખૌથી આશરે 35 નોટીકલ માઇલ દુર રહી VHF ચેનલ નંબર 71 ઉપર હરિ 1, હરિ 2, કોડવર્ડથી સંપર્ક કરી ડિલિવરી કરવાની તજવીજ કરી હતી. જે દરમિયાન જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા.