આમદાવાદ: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે કચ્છ (Kutch drugs case)માં જખૌ નજીક મધદરિયેથી 375 કરોડની કિંમતનાં 77 કિલો હેરોઈન (Gujarat-Pakistan Drugs Racket) 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.. જે કેસમાં તમામ આરોપીઓના 10 દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે.
ડ્રગ્સ માફિયા હાજી હસનનો પુત્ર
આ મામલે પાકિસ્તાનનાં મોહંમદ વાઘેર, મોહંમદ સાજીદ વાઘેર, ઈસ્માઈલ બડાલા, સાગર વાઘેર, મોહંમદ દાનીશ વાઘેર તેમજ અશફાક વાઘેરની ધરપકડ કરાઈ હતી, ત્યારે આ ગુનામાં પકડાયેલો સાજીદ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા (pakistani drugs mafia) હાજી હસનનો પુત્ર હોવાનો ખુલાસો થયો છે.. ડ્રગ્સ માફિયા હાજી હસન પણ મુખ્ય આરોપીનો સાગરીત હોવાનું સામે આવ્યું છે.. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે પાકિસ્તાનથી મોકલાયેલુ ડ્રગ્સ (Heroin in pakistani boat at kutch) મોટી માત્રામાં અને કરોડોની કિંમતનો હોવાથી ડ્રગ્સ માફિયાઓ પોતાનાં દિકરા સાજીદને બોટમાં માછીમારો સાથે ભારતમાં મોકલ્યો હતો..