અમદાવાદઃ ગૌરવ દહીયાના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં ઘણી બધી બાબતો સામે આવી છે.લીનુ સિંઘે જે આક્ષેપો કર્યાં હતાં તે ખોટા સાબિત થયાં છે. લીનુ સિંઘના 2015માં લગ્ન થયાં હતાં. લીનુ સિંઘે અને તેના પતિએ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું જેનો ઉદ્દેશ પૈસા પડાવવાનો હતો.દીકરી પણ લીનુ સિંઘના લગ્ન થયેલ પતિની હતી.
IAS ગૌરવ દહીયા વિરુદ્ધ ષડયંત્રમાં ગુજરાતના અધિકારીઓ પણ સામેલ છેઃ દહીયાના વકીલનો આક્ષેપ સોશિયલ મીડિયામાં લીનુ સિંઘે અને તેના પતિ કુલદીપ દિનકતે 17 ફેક એકાઉન્ટ બનાવ્યાં હતાં જેનો ઉદેશ ગૌરવ દહીંયાંને પરેશાન કરવાનો જ હતો. વકીલે એ પણ આક્ષેપ કર્યો હતો કે લીનું સિઘ અમદાવાદમાં આવી ત્યારે તેને વૈભવી જગ્યાએ રાખવામાં આવી હતી એટલે કે લીનુ સિંઘને ગાંધીનગરના આરોગ્ય વિભાગના જ અધિકારીઓએ મદદ કરી હતી. સમગ્ર ષડયંત્રમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ સંડોવણી છે જે અંગે દિલ્હી પોલીસ ખુલાસો કરશે. IAS ગૌરવ દહીયા વિરુદ્ધ ષડયંત્રમાં ગુજરાતના અધિકારીઓ પણ સામેલ છેઃ દહીયાના વકીલનો આક્ષેપ લીનુ સિંઘે કેસની તપાસ કરનાર અધિકારીને પણ ધમકી આપી હતી કે પોલીસ સ્ટેશનની સામે પેટ્રોલ નાખીને આપઘાત કરી લેશે અને ગૌરવ દહીયા અને પોલીસ અધિકારીનું નામ લખીને જશે. લીનુ સિંઘ નેપાળ જતી રહી હોવાનું પણ તેના પરિવાર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે.ગૌરવ દહીયાએ હાઇકોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો જે અંગે કોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં લીનુ સિંઘના ફેક એકાઉન્ટ અને દહીયા અંગે થયેલ ખોટી ટિપ્પણી પણ સોશિયલ મીડિયામાંથી હટાવવા અંગે જણાવવામાં આવ્યું છે. ગૌરવ દહીયા એક ડોકટર છે અને હાલ કોરોનાની મહામારીમાં તેઓ સેવા આપવા માટે તત્પર છે. તેઓ અગાઉ AIMS હોસ્પિટલમાં પણ કામ કરી ચૂક્યાં છે. રાજ્ય સરકાર પાસે પણ તેમણે રજૂઆત કરી છે.વકીલ દ્વારા જણાવ્યા મુજબ સમગ્ર કેસમાં ગાંધીનગરના આરોગ્ય વિભાગના અધિકારીઓની સંડોવણી છે અને ગૌરવ દહીયાની નોકરી જતી રહે તથા પૈસા પડાવવા માત્ર સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું.