અમદાવાદ: ગુજરાત સરકારે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 દરમિયાન “નદી મહોત્સવ” (Gujarat Nadi Mahotsav)નું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમ – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક કાર્યક્રમો યોજવા માટે આયોજન હાથ ધરાયું છે. આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી
સંકલન-સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિશેષ કરીને સાબરમતી નદીની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે સલાહ-સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi ka amrut mahotsav )ની થઈ રહેલી ઉજવણી સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ (Theme base celebration of nadi mahotsav )પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.