ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Nadi Mahotsav: ગુજરાતની 22 નદીઓ અતિ પ્રદુષિત છત્તા સરકાર ઉજવી રહી છે 'નદી મહોત્સવ' - Nadi Mahotsav to be celebrated in Gujarat

ગુજરાત સરકારે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 દરમિયાન “નદી મહોત્સવ” (Gujarat Nadi Mahotsav)નું આયોજન કરીયું છે, જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર 4 થીમ (Theme base celebration of nadi mahotsav ) – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક કાર્યક્રમો યોજવા માટે આયોજન હાથ ધરાયું છે. ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ (Nadi Mahotsav to be celebrated in Gujarat) ઉજવવાનું આયોજન છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે, આનાથી નદીઓને કે પર્યાવરણને શુ ફાયદો થશે ?

Gujarat Nadi Mahotsav: ગુજરાતની 22 નદીઓ અતિ પ્રદુષિત છત્તા સરકાર ઉજવી રહી છે 'નદી મહોત્સવ'
Gujarat Nadi Mahotsav: ગુજરાતની 22 નદીઓ અતિ પ્રદુષિત છત્તા સરકાર ઉજવી રહી છે 'નદી મહોત્સવ'

By

Published : Dec 27, 2021, 7:35 PM IST

અમદાવાદ:ગુજરાત સરકાર દ્વારા 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીનદી મહોત્સવનું આયોજન કરાયું (Gujarat Nadi Mahotsav)છે, જેમાં ગુજરાતની 3 મોટી નદીઓ (Nadi Mahotsav on 3 big rivers in Gujarat) સાબરમતી, નર્મદા અને તાપી પર સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત (Theme base celebration of nadi mahotsav )કરવામાં આવી રહ્યા છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે, આનાથી નદીઓને કે પર્યાવરણને શુ ફાયદો થશે ?

ગુજરાતની 22 નદીઓ અતિ પ્રદુષિત છત્તા સરકાર ઉજવી રહી છે 'નદી મહોત્સવ'

સાબરમતી પ્રદુષણને લઈને હાઇકોર્ટે લીધી હતી સુઓમોટો

સાબરમતી નદી પર રીવરફ્રન્ટ બન્યા બાદ, લોકો દ્વારા તેને પ્રદૂષિત કરવાની પ્રવૃત્તિ અટકી ગઈ છે, પરંતુ ઉદ્યોગો અને તેના ગેરકાયદેસર જોડાણો નદીને સતત પ્રદૂષિત કરી રહ્યા છે, જેને લઇને 2 મહિના અગાઉ ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદુષણને લઈને સુઓમોટો લેવી પડી હતી.

અમદાવાદમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફક્ત નામના

આ અંગે પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફંકશન નથી કરતો. 06 CTPમાં પણ અનટ્રીટેડ કચરો છોડે છે. રાજ્ય સરકાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (Ahmedabad Municipal Corporation) નદીમાં પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટ ફિટકાર લગાવી ચુકી છે, આથી સરકાર નદી મહોત્સવ અંતર્ગત હાઇકોર્ટની આંખોમાં ધૂળ નાખવા આવા તાયફા કરે છે.

નદીઓની આરતીથી શું લાભ ?

ગંગા નદીની જેમ ગુજરાતમાં નર્મદા અને સાબરમતી નદીની આરતી પણ શરૂ કરવાની વાતો ચાલી રહી છે, પરંતુ આ આરતીઓ તેવી જગ્યા થશે, જ્યાં પ્રદૂષિત પાણી નથી. ખરેખર સાબરમતી નદીનું પ્રદૂષણ જોવું હોય તો, ગ્યાસપુર જવું પડે, પરંતુ સરકાર સાયકલિંગ અને મેરેથોન સારા વિસ્તારમાં યોજીને પ્રદૂષણ છુપાવી રહી છે.

ગુજરાતની 22 નદીઓ ક્રિટિકલ પોલ્યુટેડ

સંસદમાં પર્યાવરણ મંત્રાલે રજૂ કરેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, ગુજરાતની 22 નદીઓ ક્રિટીકલ પોલ્યુટેડ છે, તેને સ્વચ્છ રાખવાનું કામ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને રાજ્ય સરકારનું છે, તેઓ પોતાનું કામ કરતા નથી. નદી મહોત્સવથી નદીઓ ચોખ્ખી થઈ જવાની નથી.

આ પણ વાંચો:

Tapi River Front Surat: સાબરમતી રિવર ફ્રન્ટને પણ ફિક્કો પાડશે તાપી રિવર ફ્રન્ટ, જાણો કેટલો થશે ખર્ચ

ગંગા નદીની માફક આસ્થાની મહાઆરતીનું સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે કરાયું આયોજન

ABOUT THE AUTHOR

...view details