અમદાવાદ 36મી નેશનલ ગેમ્સમાં ( 36 National Games in Gujarat) આજે સંસ્કાર ધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,બોપલ આંબલી ( Sanskar Dham Sports Complex Bopal ) ખાતે ખો ખો ગેમ્સમાં 8 મુકાબલા (Kho Kho Competition ) યોજાયા હતાં. ઇવનિંગ સેશનમાં ગુજરાત વિરુદ્ધ પંજાબની મહિલા ટીમ (Gujarat vs Punjab womens team) અને પશ્વિમ બંગાળ વિરુદ્ધ ગુજરાત પુરુષ ટીમ (West Bengal vs Gujarat Mens Team )વચ્ચે ટકકર જામી હતી. જેમાં ગુજરાતની પુરુષ ખો ખો ટીમ પણ પશ્ચિમ બંગાળ વિરુદ્ધના રોમાંચક મુકાબલામાં વિજેતા (Gujarat mens kho kho team won defeating WB team ) બની બની હતી.
ખરાખરીનો જંગ જામ્યોગુજરાતનાં આંગણે 36મી નેશનલ ગેમ્સ રાષ્ટ્રીય રમતોત્સવ ( 36 National Games in Gujarat) યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ચારેકોર હર્ષોલ્લાસભર્યું વાતાવરણ છે. આજરોજ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બોપલ,આંબલી-અમદાવાદ ખાતે મોસ્ટ ફેમસ ખો ખો ગેમ્સના (Kho Kho Competition ) મોર્નિંગ સેશનમાં કુલ 4 મેચ અને ઇવનિંગ સેશનમાં કુલ 4 મેચમાં વિવિધ રાજયોની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.
આર્ચરી ગેમ્સના ક્વોલિફિકેશન રાઉન્ડગતરોજની જેમ આજે પણ મહારાષ્ટ્રની મહિલા અને પુરુષ ખો-ખો ટીમનો દબદબો જોવા મળ્યો હતો. આર્ચરી ગેમ્સમાં આજે ખેલાડીઓ માટે મેદાનમાં પ્રેક્ટિસ સેશન યોજાયું હતું. ઉપરાંત ગતરોજની જેમ આજે પણ પુરુષ અને મહિલા પ્લેયર્સ માટે આર્ચરી ગેમ્સના ક્વોલિફિકેશન રાઉન્ડ યોજાયા હતાં. ખો-ખોના ઇવનિંગ સેશનમાં ગુજરાત વિરુદ્ધ પંજાબની મહિલા ટીમ વચ્ચે અને પશ્વિમ બંગાળવિરુદ્ધ ગુજરાત પુરુષ ટીમ વચ્ચે રોમાંચક મુકાબલા યોજાયા હતાં.
રોમાંચક મુકાબલામાં વિજેતાગુજરાતની મહિલા ટીમે (Gujarat vs Punjab womens team) પોતાની અદભૂત ચપળતાનું પ્રદર્શન કરીને સૌ કોઈને અચંબિત કર્યા હતાં. ગુજરાતની મહિલા ખો-ખો ટીમે રસાકસીના મુકાબલામાં પંજાબની મહિલા ટીમને માત આપી વિજય પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત ખો ખો મહિલા ટીમના કેપ્ટન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું ( 36 National Games in Gujarat) આયોજન અને એ પણ ગુજરાતના આંગણે તેથી અમે ઉત્સાહિત છીએ. અમારાં માટે આજની જીત ખાસ હતી. જીત માટે ટીમવર્ક પ્લસ પોઈંટ રહ્યો. આજે ગુજરાતની પુરુષ ખો ખો ટીમ પણ પશ્ચિમ બંગાળ વિરુદ્ધના રોમાંચક મુકાબલામાં વિજેતા (Gujarat mens kho kho team won defeating WB team ) બની હતી.
પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિની કુમારે ઉપસ્થિત રહ્યાં સંસ્કાર ધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ( Sanskar Dham Sports Complex Bopal ) ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિની કુમારે ઉપસ્થિત રહી ખોખો ટીમો વચ્ચેના મુકાબલા માણ્યા હતાં. ઉપરાંત ખો ખો પ્લેયર્સનો ઉત્સાહ પણ વધાર્યો હતો.જ્યારે આર્ચરી ગેમ્સમાં આજે ( 36 National Games in Gujarat) ખેલાડીઓ માટે મેદાનમાં પ્રેક્ટિસ સેશન યોજાયું હતું.