ગુજરાત

gujarat

ETV Bharat / city

Dussehra 2021: ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા શોભાયાત્રા અને શસ્ત્રપૂજન કરાયું - Gujarat Kshatriya Thakor Vikas Sangh

અમદાવાદમાં દશેરા પર્વે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા શોભાયાત્રા કાઢીને શાસ્ત્રો, સ્ત્રી, અને શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat News
Gujarat News

By

Published : Oct 15, 2021, 4:26 PM IST

  • ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા શોભાયાત્રા યોજી શસ્ત્રપૂજન કરાયું
  • જુગલસિંહ ઠાકોર દ્વારા શસ્ત્રપૂજન અને સ્ત્રીનું પૂજન કરાયું
  • શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા

અમદાવાદ: રાજ્યમાં આજે 15 ઓક્ટોબરે ઠેર ઠેર દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો તેમના સાધનો પર ફુલહાર કરી પૂજા કરે છે. ક્ષત્રિય સમાજના લોકો તેમના હથિયારની પૂજા કરતા હોય છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા શોભાયાત્રા કાઢીને શાસ્ત્રો, સ્ત્રી, અને શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા શોભાયાત્રા અને શસ્ત્રપૂજન કરાયું

આ પણ વાંચો: Dussehra2021: દશેરાના પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

મહિલાને તિલક કરી તેની પૂજા કરવામાં આવી

દરવર્ષે માત્ર શસ્ત્રોની જ પૂજા કરવામાં આવે છે પરંતુ આ વર્ષે સ્ત્રી તેમજ શાસ્ત્રોની પણ પૂજા કરાઈ હતી. મણિનગર રેલવે ક્રોસિંગથી લઈને CTM સુધી શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા. જુગલસિંહ ઠાકોર દ્વારા તલવારને તિલક કરી તેમજ મહિલાને તિલક કરી તેની પૂજા કરવામાં આવી હતી અને પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા શોભાયાત્રા અને શસ્ત્રપૂજન કરાયું

આ પણ વાંચો: રાજ્યમાં રાવણ દહનને લઇને મોટો નિર્ણય, 400 લોકોની મર્યાદામાં યોજી શકાશે કાર્યક્રમ

સમાજમાં મહિલાઓનું માન વધે તે માટે હવે ઠાકોર સમાજ પ્રયત્નો કરશે

આ પ્રસંગે જુગલસિંહે લોકોને કહ્યું કે, મહિલાનું સન્માન કરવું જોઈએ અને તેને કારણે જ આજે સ્ત્રીનું સમાજમાં માન વધે તે માટે તેમની પણ પૂજા કરવામાં આવી છે. અસત્ય પર સત્યનો વિજય થાય તે માટે શસ્ત્રપૂજન કરવામાં આવતું હોય છે. વિજયાદસમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. ત્યારથી જ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ છે. સમાજમાં મહિલાઓનું માન વધે તે માટે હવે ઠાકોર સમાજ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details