- તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને ઈસ્લામિક રાહત સમિતિએ કરી મદદ
- આ સંગઠને અત્યાર સુધીમાં 600થી વધુ લોકોને રાશન કિટ પહોંચાડી છે
- કોરોના વચ્ચે આવેલા તૌકતે વાવાઝોડાના કારણે અનેક લોકોને નુકસાન પહોંચ્યું
અમદાવાદઃ એક તરફ રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે. તો તેવામાં તૌકતે વાવાઝોડાએ અનેક લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. આવા સમયે સરકાર તો અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડી રહી છે, પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓ પણ લોકોની મદદ કરવા આગળ આવી છે. બીજી તરફ રાજ્યની ઈસ્લામિક રાહત સમિતીએ અસરગ્રસ્ત જિલ્લાઓનું સર્વેક્ષણ કરી પીડિતોને રાહત પહોંચાડવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો-પાટણમાં યુવાનો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં સંતરાના જ્યુસનું વિતરણ
દરેક પરિસ્થિતિમાં આ કમિટી લોકોની મદદ કરે છે