અમદાવાદઃ વિદ્યાર્થીઓએ સાથોસાથ જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ સામે દેખાવો કર્યો હતો. બાદમાં DEOના પ્રતિનિધિને પોતાની વિતક કથા રજૂ કરી હતી. બીજી તરફ શાળાના ટ્રસ્ટીએ આ શાળાને અંગ્રેજી માધ્યમની શાળામાં ટ્રાન્સફર કરવા દરખાસ્ત કરી હોવાનું ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશને જણાવ્યું છે. ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશનના પ્રમુખ જયોર્જ ડાયસ, કાલીઅપ્પન મુદલિયારે જણાવ્યું છે કે એક તરફ PM સ્થાનિક ભાષા પર ભાર મૂકે છ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ નવી શિક્ષણ નીતિ સ્થાનિક ભાષા ઉપર ભાર મુકી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રહેતાં તમિલ પરિવારના બાળકો માટે એક માત્ર તમિલ ભાષાની શાળા બંધ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
શિક્ષણ વિભાગે ડીઇઓ મારફતે તમિલ ભાષાના આ બાળકોને બુધવારે સવારે 9થી 12 વાગ્યા સુધી ખોખરા વિસ્તારની અમદાવાદ તમિલ શાળા ખાતે આવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ આ શાળામાં ભણતા તમિલભાષી વિદ્યાર્થીઓ/વાલીઓ LC સ્વીકાર્યા ન હતા. કારણ કે તેમની પાસે તમિલ ભાષાની બીજી કોઇ શાળાનો વિકલ્પ નથી.