ગુજરાત

gujarat

ETV Bharat / city

'પુત્રવધૂને ત્રાસ આપતી વખતે આપણે દીકરો કે દીકરી કેમ થાય છે તેની પાછળના સાયન્સને સમજવાની આપણને જરૂરિયાત નથી લાગતી' : હાઇકોર્ટ

અમદાવાદમાં પુત્રવધૂને પુત્ર ન થતા આપવામાં આવતા ત્રાસની વિરુદ્ધમાં સજા ભોગવી રહેલા પતિ પક્ષેથી નામદાર હાઇકોર્ટ (GUJARAT HIGH COURT) માં જામીન માટેની અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી ફગાવી હતી. પુત્રવધૂને પુત્ર ન થતા સાસરી પક્ષેથી કાયમ મહેણા ટોણા મારતા વહુએ કંટાળી પોતાની ત્રણ વર્ષની દીકરી અને 13 દિવસની બંને બાળકી સાથે આત્મહત્યા કરી હતી. હાઈકોર્ટે આ ઘટનાની નિંદા કરી હતી.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Aug 4, 2021, 11:03 PM IST

  • હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ઘટના વખોડી
  • સાસુ અને પતિના ત્રાસથી પત્નીએ બે પુત્રી સાથે આત્મહત્યા કરી
  • પુત્રવધૂને પુત્ર પ્રાપ્ત થતા હેરાન કરવાના કેસમાં સજા ભોગવી રહેલા પતિએ કોર્ટમાં જામીન માટે અરજી કરી

અમદાવાદ: પુત્રવધૂને પુત્ર ન થતા આપવામાં આવતા ત્રાસની વિરુદ્ધમાં સજા ભોગવી રહેલા પતિ પક્ષેથી નામદાર હાઇકોર્ટ (GUJARAT HIGH COURT) માં જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ અરજી ફગાવી હતી. પુત્રવધૂને પુત્ર ન થતા સાસરી પક્ષેથી કાયમ મહેણા ટોણા મારતા વહુએ કંટાળી પોતાની ત્રણ વર્ષની દીકરી અને 13 દિવસની બંને બાળકી સાથે આત્મહત્યા કરી હતી. આ ઘટનાની નિંદા કરી નામદાર હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે વખોડી કાઢી હતી તેમણે કહ્યું કે, આ ઘટના માત્ર ગામડાઓની જ નહીં પરંતુ શહેરોની પણ છે.

અપરાધીઓએ જામીન માટેની અરજી કરતા કોર્ટે અરજી ફગાવી

સામાન્ય ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા વ્યક્તિએ તેની પત્નીને પુત્ર પ્રાપ્તિ કેમ નથી થતો તે મામલે ત્રાસ ગુજારતા પત્નીએ કંટાળી તેની 13 દિવસની દીકરી અને ત્રણ વર્ષની દીકરી સાથે આત્મહત્યા કરી હતી. આ સાથે તેના સાસરી પક્ષ તરફથી પણ વારંવાર યુવતીને મહેણા ટોણા મારવામાં આવ્યા હશે તેવું કોર્ટે શકયતા સેવી હતી. આ મામલે સજા ભોગવી રહેલા અપરાધીઓએ જામીન માટેની અરજી કરતા કોર્ટે અરજી ફગાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, પુત્રવધૂને ત્રાસ આપતી વખતે આપણે દીકરો કે દીકરી કેમ થાય છે તેની પાછળના સાયન્સને સમજવાની આપણને જરૂરિયાત નથી લાગતી.

કોર્ટે સખત નિંદા કરી

મહત્વનું છે કે, આ ઘટનામાં યુવતીની સાસુ જામીન ઉપર હોવાનું સામે આવતા હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આવા કેસમાં પતિ કરતા પણ વધુ સાસુનો દોષ છે. પુત્ર કે પુત્રી થવું એ માત્ર સાયન્સ ભણતા હોય ત્યારે જ સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. નહીંતર નહીં. હવે જો પતિ બહાર આવે તો તેની માતા તેને ફરીવાર પરણાવી શકે. ફરીવાર કોઈ પરિણીતા પાસેથી પુત્ર પ્રાપ્તિની કામના રાખી શકે. તેથી અરજી રિજેક્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ન શરુ કરાતા વકીલોનો વિરોધ

આ પણ વાંચો:હાઈકોર્ટમાં કોરોના સુઓમોટોની સુનવણી પૂર્ણ, કોર્ટે કહ્યું - 'કોરોનાની ત્રીજી લહેર માટે પીડિયાટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારો'

ABOUT THE AUTHOR

...view details