અમદાવાદઃ રાજ્યના પૂર્વ અને વર્તમાન સાંસદ અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસ (Criminal cases against public representatives ) માટે ખાસ અદાલત અંગે હાઇકોર્ટમાં સુઓમોટો (Suomoto application)જાહેરહિતની અરજી કરવામાં આવી છે. પરંતુ આ બાબતે પાલન નહીં થતાં રાજ્ય સરકારના આ વલણ સામે હાઇકોર્ટે નારાજગી (Gujarat High Court reprimand)દર્શાવી છે.
શું છે મામલો -આ મામલે સમગ્ર વિગત જોઈએ તો સુપ્રીમ કોર્ટે અલગ અલગ કોર્ટમાં ચાલી રહેલ ધારાસભ્ય અને સંસદ સભ્યો સામેના ક્રિમિનલ કેસ (Criminal cases against public representatives ) દૈનિક ધોરણેે ચલાવીને કેસનો નિકાલ કરવા નિર્દેશ (Supreme court Order) આપ્યાં હતાં. પરંતુ ગુજરાતમાં હજી સુધી તેનું પાલન ન થતાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સરકારના વલણ સામે નારાજગી (Gujarat High Court reprimand)દર્શાવીને સવાલ કર્યા હતાં. કોર્ટે આ બાબતને ગંભીર ગણાવી હતી.
કોર્ટે શું કહ્યું - મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કહ્યું કે રાજ્યમાં સ્પેશિયલ કોર્ટ છે જ નહીં કે શું અને હજુ સુધી ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કેમ નથી કરવામાં આવી? કેટલાય રાજ્યોમાં તો આ કેસો (Criminal case against MLA MP) પર ટ્રાયલ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગુજરાતમાં હજુ સુધી તેની વ્યવસ્થા પણ નથી થઈ.