અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ફગાવેલી અરજીના (Gujarat High Court Reject Petition ) કેસની સમગ્ર વિગત ઊંડાણમાં જોઈએ તો સંપૂર્ણ ઘટનાક્રમ એવો હતો કે મહેસાણા જિલ્લાના વડનગરગામમાં (PM Modi Home City Vadnagar)ખોદકામ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મોન્યુમેન્ટ મળી આવ્યાં હતાં. તે માટે તેમને મળી આવેલ વસ્તુઓની જાળવણી માટે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે એક રાજ્ય સરકારે મ્યુઝિયમ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો અને પરિણામે ખોદકામની આસપાસની જગ્યા બફર ઝોન (Land Acquisition Procedure for Museum in Vadnagar) તરીકે જાહેર કર્યો હતો. જોકે આ નિર્ણય સામે અસરગ્રસ્ત પરિવારના 11 જેટલા અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
શું છે અરજદારોની રજૂઆત- રાજ્ય સરકારના નિર્ણય સામે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં જમીન સંપાદનની કામગીરી અને તેમને મળેલા વળતર અંગે મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે આ મ્યુઝિયમ માટેની જગ્યા અન્ય સ્થળ પણ ખસેડી શકે છે. ઉપરાંત તેમની જમીનનું સંપાદન (Land Acquisition Procedure for Museum in Vadnagar) કરવામાં આવ્યું છે, જે માટે તેમને વર્ષ 2011ની જંત્રી પ્રમાણે વળતર મળ્યું છે, તે અપૂરતી માત્રામાં છે. તેમને પૂરતો ન્યાય મળે અને વળતર અમને મળે એ જરૂરી છે.
રાજ્ય સરકારની રજૂઆત- જ્યારે સામે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ આપેલા નિવેદન પ્રમાણે કહ્યું કે અંદાજે 45,000 જેટલી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ મળી આવી હતી, જે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જેથી આ પ્રકારની ચીજવસ્તુઓની જાળવણી (Land Acquisition Procedure for Museum in Vadnagar) થવી જરૂરી છે.