ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat High Court: પ્રધાન સામે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધ્યાની ફરિયાદ અંગેનો હાઇકોર્ટમાં પોલીસ રીપોર્ટ રજૂ કરાયો

પ્રાંતિજના ધારાસભ્ય અને પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની મહિલાને લગ્નની લાલચ(lure of marriage to a woman ) આપી હતી. આ ઉપરાંત શારિરીક સંબધ બનાવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. ગાંધીનગર પોલીસે રજૂ કરેલા રિપોર્ટમાં ફરિયાદમાં ખોટા આક્ષેપ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે(Gujarat High Court) હાઇકોર્ટમાં વધુ સુનાવણી આગામી સમયમાં કરવામાં આવશે.

Gujarat High Court: પીડિત મહિલાએ કરેલા આક્ષેપો ખોટા હોવાનો પોલીસ રીપોર્ટ રજૂ
Gujarat High Court: પીડિત મહિલાએ કરેલા આક્ષેપો ખોટા હોવાનો પોલીસ રીપોર્ટ રજૂ

By

Published : Apr 19, 2022, 8:51 PM IST

અમદાવાદ:શહેરના ચાંદખેડાની વિસ્તારની એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર વિરૃધ્ધ લગ્નની લાલચ આપીને શારિરીક સંબધ બનાવ્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે એકાદ વર્ષ પહેલા મહિલાએ ગાંધીનગર સેકટર-21 પોલીસ મથકમાં અરજી કરી હતી. ગાંધીનગર પોલીસે હાઇકોર્ટમાં રજૂ કરેલા આ રિપોર્ટમાં(Gandhinagar Police Report ) મહિલાની ફરિયાદને રાજકીય અદાવત રાખી, બદલો લેવા માટે ખોટા આક્ષેપ(False allegations in the complaint ) કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું કહ્યું હાર્દિક પટેલની માંગ સ્વીકારવામાં આવશે તો શહેરમાં ફરી શાંતિ ભંગ થશે

કેસની વિગત - આ પીડિતા મહિલાએ ઓલઆઉટનું પ્રવાહી પી આત્મહત્યા કરવાનો પ્રયાસ(Woman attempted suicide ) પણ કર્યો હતો. આ મામલે મહિલા દ્વારા પોલીસ રાજકીય દબાણ હેઠળ ફરિયાદ દાખલ ન કરી હોવાનો દાવો પણ કર્યો હતો. જેથી આ ફરિયાદ દાખલ કરવા મહિલા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી(Application in Gujarat High Court) કરવામાં આવી હતી.

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

પોલીસે રજૂ કર્યો હાઇકોર્ટમાં રિપોર્ટ -ગાંધીનગર પોલીસે હાઇકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે મહિલાની ફરિયાદને રાજકીય અદાવત અને બદલો લેવા માટે ખોટા આક્ષેપ(False allegations in the complaint) કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પોલીસના રિપોર્ટ પ્રમાણે મહિલાને ભાજપે ટિકીટ ન આપતા અંગત અદાવત રાખવામાં આવી રહી છે. મહિલાએ ખોટા આરોપ લગાવ્યા છે. આની સાથે આ રિપોર્ટમાં પોલીસે ફરિયાદી મહિલાના વ્યક્તિગત જીવન અંગેની કેટલીક બાબતો પણ રજૂ કરી છે. જો કે આ બાબતે ફરિયાદી મહિલાના વકીલ તરફથી પોલીસે રજૂ કરેલ રિપોર્ટ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અને આ રિપોર્ટ સામે જવાબ રજૂ કરવા માટે વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 15 જૂને હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details