ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat High Court Physical Hearing Off : વળી પ્રત્યક્ષ સુનાવણી બંધ, વકીલ ચેમ્બરો પણ બંધ કરાશે

ગુજરાત હાઈકોર્ટનું કામકાજ આગામી સોમવારથી ઓનલાઈન કરવામાં આવશે. કોરોના કેસો વધતાં (Gujarat High Court Physical Hearing Off ) કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી 9મીથી બંધ (Online Hearing From 9 january 2022) કરવામાં આવી રહી છે.

HC Physical Hearing Off : વળી પ્રત્યક્ષ સુનાવણી બંધ, વકીલ ચેમ્બરો પણ બંધ કરાશે
HC Physical Hearing Off : વળી પ્રત્યક્ષ સુનાવણી બંધ, વકીલ ચેમ્બરો પણ બંધ કરાશે

By

Published : Jan 7, 2022, 3:12 PM IST

અમદાવાદઃ કોરોના સંક્રમણે જેટ સ્પીડ પકડી છે. ત્યારે તેની ગંભીરતાને ધ્યાનમાં લઇને મુખ્ય ન્યાયાધીશે મોટો નિર્ણય લીધો છે. આગામી સોમવારથી 9 જાન્યુઆરી 2022થી (Online Hearing From 9 january 2022) કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી-ફિઝિકલ હિયરિંગ બંધ (Gujarat High Court Physical Hearing Off ) કરવામાં આવ્યું છે. જોકે કોર્ટનું કામકાજ ઓનલાઈન સુનાવણી દ્વારા જારી રહેશે. સોમવારથી કોર્ટસંકુલમાં સ્ટાફ સિવાય અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

વકીલ ચેમ્બરો પણ બંધ થશે

શનિ-રવિમાં બે દિવસ સુધી આખા હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન પણ કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરવામાં આવશે. કેસોના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર શરૂ કરવામાં આવશે. કોર્ટમાં કાર્યવાહી દરમિયાન જાળવવાની એસઓપી અંગે વિગતવાર માર્ગદર્શિકા પણ (Gujarat High Court Physical Hearing Off ) જાહેર કરવામાં આવશે.

કોરોના કેસો વધવાને પગલે ફેરફાર

ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બે દિવસ પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યાં છે. જોકે વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આપને જણાવીએ કે કોરોના મહામારીને કારણે અગાઉ પણ 17 મહિના સુધી હાઇકોર્ટમાં ઓનલાઈન હિયરિંગ (Gujarat High Court Physical Hearing Off ) ચાલ્યું હતું. વકીલમંડળોની વારંવારની માગણીઓ બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરશે

મુખ્ય ન્યાયાધીશને રજૂઆત કરવામાં આવી હતી

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સમક્ષ એડવોકેટ્સ એસોસિએેશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએેશનની (High Court Advocates Association) મેનેજિંગ કમિટીના સભ્યોએ કોરોના સંક્રમણમાં ઉછાળાને (Gujarat High Court Physical Hearing Off ) લઈ કોર્ટની કાર્યવાહી આગામી 3 અઠવાડિયા સુધી ઓનલાઈન મોડમાં કરવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટની હાલની SOPને ધ્યાનમાં લેતાં કોર્ટ ઓનલાઈન મોડમાં (Gujarat High Court Online) ચાલે એવી રજૂઆત થઈ હતી. શુક્રવારે મુખ્ય ન્યાયાધીશે કોર્ટ સંકુલમાં અચાનક વિઝિટ લીધી હતી. ત્યારે કોર્ટ સ્ટાફની બેદરકારી જોઇને તેમણે ટકોર કરી હતી. સરકારી અધિકારીઓને કોર્ટમાં પ્રવેશ આપતાં કોર્ટના સ્ટાફનો પણ મુખ્ય ન્યાયાધીશે ઉધડો લીધો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ન શરુ કરાતા વકીલોનો વિરોધ

ABOUT THE AUTHOR

...view details