અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં MBBSના વિદ્યાર્થીઓ તરફથી દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતની 22 પૈકી માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત બે કોલેજો વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક કોરોના સહાયક તરીકે જોડાવા મજબૂર કરી રહી છે. જો તેઓ કોરોના સહાયક તરીકે નહીં જોડાય તો તેમની સામે એપિડેમીક એક્ટ ના ભંગ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થીઓને પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસ પણ તેમણે કોર્ટમાં રજૂ કરી હતી.
કોરોના સહાયક મુદ્દે MBBSના વિદ્યાર્થીઓ સામે પગલા ન લેવા હાઇકોર્ટનો આદેશ - NHL મેડિકલ કોલેજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત NHL મેડિકલ કોલેજ અને LG મેડિકલ કોલેજમાં MBBS પાર્ટ-1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના સહાયક તરીકે જોડાવા મુદ્દે જાહેર કરાયેલી નોટીસને હાઈકોર્ટમાં પડકારતા સરકારે કહ્યું કે, કોર્ટના આગામી આદેશ સુધી વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવશે નહીં.
કોરોના સહાયક મુદ્દે MBBSના વિદ્યાર્થીઓ સામે પગલા ન લેવા હાઇકોર્ટનો આદેશ
વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટીની પરીક્ષામાં હવે માત્ર 4થી 6 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. આથી આ સમયમાં પરીક્ષાની તૈયારી કરવાને બદલે તેઓ કોરોના સહાયક રીતે જોડાઈ શકે નહીં. હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હવે 7મી ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ સમક્ષ થઈ શકે છે.