અમદાવાદ: ફાયર NOC મુદ્દે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court Ordered) મહત્વનો આદેશ જારી કર્યો છે. જેમાં પીટીશન પર ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે, ગુજરાતમાં 229 સ્કૂલો અને 71 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી.
આ પણ વાંચો:Gujarat High Court offended : સુનાવણી દરમિયાન PI પીણું પીતાં દેખાયાં, કોર્ટે કાર્યવાહીનો આદેશ કર્યો
હાઈકોર્ટે ફાયરસેફ્ટીનાની હોસ્પિટલો અને સ્કૂલો સામે કાર્યવાહી કરવાની ટકોર કરી
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court Ordered) NOC વિનાની હોસ્પિટલમાં ઓપરેશન નહીં થઈ શકે તેવો આદેશ આપ્યો છે. આવી હોસ્પિટલમાં માત્ર OPD જ ચલાવી શકાશે. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, જો શાળાઓમાં આગ લાગે તો નિર્દોષ બાળકોનો શું વાક? ફાયર NOC વિનાની શાળાઓમાં ઓફલાઈન વર્ગના ચલાવી શકાય એવું હાઈકોર્ટે મહત્વનું અવલોકન કયું છે.
આ પણ વાંચો:Gujarat High Court Physical Hearing Off : વળી પ્રત્યક્ષ સુનાવણી બંધ, વકીલ ચેમ્બરો પણ બંધ કરાશે
હોસ્પિટલમાં ઓપરેશન અને ઇન્ડોર પેશન્ટ બંધ કરાવે સરકાર : હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court Ordered) કહ્યું કે, હોસ્પિટલમાં ઓપરેશન અને ઇન્ડોર પેશન્ટ બંધ કરાવે સરકાર અને હાલ પૂરતું માત્ર OPD ચાલુ રહેતી માટે સરકાર કામ કરે તેવી કોર્ટે કરી તાકીદ કરી છે. તેમજ આવી હોસ્પિટલ્સ સામે કાર્યવાહી જરૂરી છે. રાજ્ય સરકાર નામ આપે આવી હોસ્પિટલ સામે હુકમ કરીશું. ગુજરાતમાં ફાયર સેફટી વિનાના અનેક એકમો છે જેના કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે.