અમદાવાદઃ અંબાજી ટ્રસ્ટની અરજી માન્ય (Gujarat High Court Order) રાખીને અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટને (Ambaji Devasthan Trust) હાઇકોર્ટે મોટી રાહત આપી છે. દાંતાના મહારાણાએ કરેલા દીવાની દાવામાં ( Danta former royal claim )અંબાજી મંદિર ટ્રસ્ટને સાંભળ્યા વિના દાંતાની સ્થાનિક અદાલતે હુકમ કરવો નહીં એવો હાઇકોર્ટે આદેશ કર્યો છે.
આ છે મામલો- આ સમગ્ર મામલો ત્યાંની સિવિલ કોર્ટમાં ચાલ્યો હતો, પરંતુ એ પહેલાં દાંતાના સિવિલ જજે અંબાજી ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડવાની અરજી ફગાવી દીધી હતી તેથી અંબાજી ટ્રસ્ટે(Ambaji Trust application approved) હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં.
કેસની વિગત- સમગ્ર કેસની વિગત જોઈએ તો દાંતાના મહારાણા પૃથ્વીસિંહજીના વંશજ મહેન્દ્રસિંહે કોર્ટમાં કર્યો દાવો કર્યો હતો કે અંબાજી મંદિર સહિતની અંબાજીની તમામ જગ્યાઓ, અને ગબ્બર પર્વત અને આસપાસના 8 ગામો પર પોતાનો અધિકાર છે. આટલું જ નહી, અંબાજી મંદિરમાં આવતા દાનનો હિસાબ પણ મહારાણાને આપવામાં આવે એવો પણ એમણે દાવામાં ઉલ્લેખ કર્યો હતો.