- જામીન માટે એક લાખ રૂપિયાની રકમ ભરવાની થતી હતી
- જામીન માટેના પૈસા ન હોવાથી હાઇકોર્ટે દીકરીને સમજાવી
- સગાઈ કરતા નિકાહ વધારે મહત્વના હોવાથી ત્યારે જામીન લેવા કહ્યું
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં આજે એક સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાટે માનવતા કેટલી હદે પ્રધાન્યતા ધરાવે છે તેની ઝલક જોવા મળી હતી. નાર્કોટિક્સના કેસ (narcotics cases in gujarat)માં જેલમાં ધકેલાયેલા પિતાની દીકરીએ પોતાની સગાઈમાં પિતાની ઉપસ્થિતિ રહે તે માટે કોર્ટમાં જામીન અરજી (bail application in gujarat court) કરી હતી. આ રકમ 1 લાખ જેટલી થવા જાય તેમ હતી.
કોર્ટે દીકરીને સમજાવી
આરોપીની દીકરી પાસે માતબર રકમ (amount for bail in gujarat) ચૂકવવાની વ્યવસ્થા ન હોઇ કોર્ટે દીકરીને સમજણ પુરી પાડી હતી કે સગાઈ બાદ નિકાહમાં પિતાની હાજરીની વધુ જરૂરિયાત ઊભી થશે. નિકાહનો દિવસ જીવનનો સૌથી વધુ મહત્વ ધરાવે છે તેથી તે સમયે કોર્ટ સમક્ષ આવી જામીન માટે અરજી કરશે ત્યારે જાપ્તાની તમામ રકમ હાઇકોર્ટ વેવ (bail amount waived) કરાવશે તેવું કોર્ટે જણાવ્યું હતું. આમ પોતાના નવજીવનના શ્રી ગણેશ કરવા જઈ રહેલી દીકરી તેના પિતાના આશીર્વાદ મેળવી શકે તે માટે કોર્ટે માર્ગ મોકળો કરવાની રાહ દેખાડી હતી.
શું છે સમગ્ર મામલો?
કચ્છના માંડવીમાં 29 જુલાઈ 2021માં અંદાજીત 300 કિલો હેરોઈન (heroin seized at mandvi) પકડાતા NIA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં આરોપી પકડાતા તેના ઉપર NDPS એક્ટ (narcotic drugs and psychotropic substances act) અંતર્ગત ગુનો નોંધાયો હતો. આરોપીની દીકરીની સગાઈ ટૂંક સમયમાં થવાની હોવાથી દીકરીએ નીચલી કોર્ટ સમક્ષ જામીનની અરજી કરી હતી. નીચલી કોર્ટે 2 દિવસના બેલ જાપ્તાની રકમ ભરવાની શરતે મંજૂર કર્યા હતા, પરંતુ 2 કોન્સ્ટેબલ અને એક ASI જાપ્તાના 2 દિવસના અંદાજીત 50 -50 હજાર રૂપિયા ચૂકવવા પડે તેમ હોવાથી અને દીકરી પાસે જાપ્તાની રકમ ન હોવાને કારણે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.