ગુજરાત

gujarat

By

Published : Jun 10, 2021, 9:48 PM IST

ETV Bharat / city

Gujarat High Court News - બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન સામે જંત્રીના ભાવે નક્કી કરાયેલા વળતર સામે કરાઈ અરજી

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) માટે જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court )માં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વલસાડ પાસેના ખેડૂતોને પોતાની જમીનના બદલામાં યોગ્ય વળતર ચૂકવવામાં આવી રહ્યું નથી. તેમને 2011ના જંત્રી મુજબના ભાવ સહિત, 52 ટકાનો વધારો આપવામાં આવી રહ્યો છે, પરંતુ 2019માં જમીનના ભાવમાં વધારો થતાં ચૂકવવામાં આવનારો ભાવ મળવા પાત્ર ભાવ કરતા ઓછો છે.

Gujarat High Court News
Gujarat High Court News

  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project )ના જમીન સંપાદન સામે કોર્ટમાં અરજી
  • ચૂકવવામાં આવનારો ભાવ મળવા પાત્ર ભાવ કરતા ઓછો
  • કોર્ટે આગામી સુનવણી 3 અઠવાડિયા બાદ રાખી

અમદાવાદ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) માટે જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court )માં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વલસાડ પાસેના ખેડૂતોને તેમની જમીન લેવાના બદલામાં યોગ્ય વળતર ચૂકવવામાં આવી રહ્યું નથી. ખેડૂતોને 2011ના જંત્રી મુજબના ભાવ સહિત, 52 ટકાનો વધારો આપવામાં આવી રહ્યો છે, પરંતુ 2019માં જમીનના ભાવમા વધારો થવાને કારણે ચૂકવવામાં આવનારો ભાવ મળવા પાત્ર ભાવ કરતા ઓછો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન સામે જંત્રીના ભાવે નક્કી કરાયેલા વળતર સામે કરાઈ અરજી

શું કહે છે એડવોકેટ દેવદીપ બ્રહ્મભટ્ટ?

આ મુદ્દે એડવોકેટ દેવદીપ બ્રહ્મભટ્ટે ETV BHARATને જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) માટે જમીન સંપાદનની બે પદ્ધતિ અપનાવવામાં આવી છે. જો ખેડૂત કન્સેન્ટર એપ્લિકેશનથી જમીન આપવા તૈયાર થાય, તો તેમને વર્ષ 2011 મુજબ જંત્રીના ભાવ અને 52 ટકા જંત્રીનો ભાવ વધારો અને 25 ટકા કન્સેન્ટરી રકમ આપવામાં આવશે. બીજી પદ્ધતિમાં જો ખેડૂત કન્સેન્ટરી ન આપે તો તેમને કઇ પણ ચૂકવવામાં આવશે નહી. આવા સમયે ખેડૂત પોતાની જમીન આપી માટે દેવા મજબૂર બને છે. જંત્રીના ભાવ પણ 2011 મુજબ છે. જ્યારે પણ કોઈ સંસ્થા જમીન સંપાદન કરે છે, ત્યારે દર વર્ષ મુજબ ભાવ વધારો 12 ટકા પ્રમાણે ચૂકવવામાં આવે છે. નિયમ મુજબ નવ વર્ષ બાદ જંત્રીના ભાવમાં બે ગણો વધારો થાય છે, પરંતુ જરૂરી ભાવ વધારો ઉમેર્યા વગર ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી છે. આ સામે ગરુવારના રોજ ગુજરાત હાઈકોર્ટ ( Gujarat High Court )માં અરજી કરી છે. આગામી ત્રણ અઠવાડિયા બાદ આ અંગેની સુનાવણી યોજાશે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details