અમદાવાદ- સુરતના અને ગુજરાતના ટોક ઓફ ધ ટાઉન બનેલા બહુ ચર્ચાસ્પદ ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma murder case)આરોપી ફેનિલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સુરત સેશન્સ કોર્ટના હુકમની સામે કરેલી અપીલને હાઈકોર્ટે એડમિટ (High Court Admit Convicted Fenil Goyani application) કરી છે. આ કેસની સુનાવણી હવે આગામી દિવસોમાં (Convicted Fenil Goyani application in High Court) હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે સુરત સેશન્સ કોર્ટનો (Surat Sessions Court ) જે હુકમ છે તેે રદ કરવામાં આવે (Fenil application for revocation of the death sentence ) કારણ કે તે ભૂલ ભરેલો છે અને ફેનીલને આ કેસમાં નિર્દોષ છોડવામાં આવે.
આ પણ વાંચો- Grishma murder case : દોષિત ફેનિલે સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં શી અપીલ ફાઈલ કરી?
હાઈકોર્ટે કરી ટકોર - આ રજૂઆત સાંભળીને હાઈકોર્ટે અરજદારના વકીલે ટકોર કરી હતી કે તમારા જેવા અન્ય ઘણા કેસમાં સજા પામેલા અને છેલ્લા દસ બાર વર્ષથી દોષિત એવા લોકો જેલમાં છે અને તેમની અપીલ પણ પેન્ડિંગ છે તો આવી સ્થિતિમાં તમારી અરજી કઈ રીતે વહેલા સાંભળીને પ્રાથમિકતા આપી શકવામાં આવે? ઉલ્લેખનીય છે કે સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસના (Grishma murder case ) દોષિત ફેનિલ ગોયાણીએ જૂનના બીજા સપ્તાહમાં જ ગુજરાત હાઇકોર્ટમાં (Convicted Fenil Goyani application in the High Court ) અરજી કરી હતી કે સુરત સેશન્સ કોર્ટનો તેની (Surat Sessions Court ) ફાંસીની સજાનો હુકમ રદ ( Fenil application for revocation of the death sentence ) કરવો જોઇએ.