ગુજરાત

gujarat

ETV Bharat / city

રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, બધુ કાગળ પર છે - જિલ્લા કક્ષાના કલેક્ટર

ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે (stray cattle torture issue) વધુ સુનાવણી (Gujarat High Court Hearing ) થઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રખડતા ઢોર એકઠા થાય છે ત્યા સરકાર દ્વારા CCTV ઈન્સ્ટોલ કરશે તેમજ હોટલાઈન નંબર પર ફોન સુવિધા જાહેર કરવામાં આવશે. જ્યારે હાઈકોર્ટના મતે સરકારના નિવેદનો માત્ર કાગળ પર જ છે એમ કહી રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે.

રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની રાજ્ય સરકાર પર ઝાટકણી, વળતર કેવી રીતે ચૂકવવામાં આવશે તેવો કર્યો સવાલ
રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની રાજ્ય સરકાર પર ઝાટકણી, વળતર કેવી રીતે ચૂકવવામાં આવશે તેવો કર્યો સવાલ

By

Published : Sep 15, 2022, 5:24 PM IST

Updated : Sep 15, 2022, 7:48 PM IST

અમદાવાદરખડતા ઢોરમામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી (High Court Hearing on issue of stray cattle) આગળ વધી છે. હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની મુખ્ય દલીલ એ છે કે જ્યાં રખડતા ઢોર છે, ત્યાં રાજ્ય સરકાર દ્વારા CCTV ઈન્સ્ટોલ કરવામાં આવશે અને પ્રજા હોટલાઈન નંબર 100 પર ફોન કરીને રખડતા પશુધનની જાણ કરી શકે છે. રખડતા ઢોરોના ત્રાસના (stray cattle torture issue) અહેવાલો માટે રાજ્ય વહીવટીતંત્ર દ્વારા બીજો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે.

સરકારના નિવેદનો માત્ર કાગળ પર જહાઈકોર્ટના મતે સરકારના નિવેદનો માત્ર કાગળ પર (Government statements only on paper) જ છે. ત્યાં કોઈ વાસ્તવિક પ્રવૃત્તિ થઈ રહી નથી. કોર્ટે અવલોકન કર્યું હતું કે, જો જિલ્લા કલેક્ટર તેનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેઓ અથવા તેણીનીની કોર્ટના આદેશની અવમાનના ગણાશે અને યોગ્ય પગલાં લેશે.

રાજ્યમાં માનવ મૃત્યુ અને ઈજાના બનાવોછેલ્લા એક વર્ષમાં માત્ર અમદાવાદમાં જ રખડતા ઢોર અંગે 5,000 જેટલી ફરિયાદો (Ahmedabad Stray Cattle Complaints ) નોંધાઈ છે. ગુજરાતમાં ઓગષ્ટ માસમાં રખડતા ઢોરની હૂમલાથી 450 લોકોના મોત થયા છે. મોટાભાગની ફરિયાદોને કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા આગળ કોઈ કાર્યવાહી કર્યા વિના સંભાળવામાં આવે છે. ફરિયાદોના નિરાકરણ માટે રખડતા ઢોર પકડાતા નથી. રખડતા ઢોરોના ત્રાસને કારણે રાજ્યમાં માનવ મૃત્યુ અને ઈજાના બનાવો પણ બની રહ્યા છે. પશુઓ અને વ્યવસાયોના માલિકોને જવાબદાર ઠેરવવા જોઈએ અને કોઈપણ જાનહાનિ અને ઈજાઓ માટે નુકસાની ચૂકવવી (Compensation for injuries caused by stray cattle) જોઈએ.

સૌથી વધુ અમદાવાદ જિલ્લા 61 લોકોને ઢોરે અડફેટે લીધા

પશુ નિયંત્રણ અધિનિયમજો રખડતા ઢોરની ક્રૂરતા રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોર્ટના ચૂકાદામાં જણાવાયું છે કે જિલ્લા કક્ષાના કલેક્ટર (District Level Collector) અને SPની ફરજો નક્કી કરવામાં આવશે. અરજદારના જણાવ્યા મુજબ, વહીવટીતંત્ર આગામી વિધાનસભામાં પશુ નિયંત્રણ અધિનિયમને રદ કરવા માગે છે. હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે મૃતકો અને ઈજાગ્રસ્તો માટે વળતર પશુ માલિકો, કંપનીઓ અને રાજ્ય સરકાર તરફથી આપવું જોઈએ. હાઈકોર્ટેએ પણ આદેશ આપ્યો છે કે સરકાર વળતર કેવી રીતે ચૂકવવામાં આવશે તે અંગે આગામી સમયમર્યાદા સુધીમાં જવાબ કોર્ટમાં રજૂ કરે.

આગામી સપ્તાહે વધુ સુનાવણીમહત્વનું છે કે આ સાથે જ હાલમાં અત્યારે રખડતા ઢોરના કાયદાને લઈને લોકોમાં બે પક્ષો જોવા મળી રહ્યા છે. હવે આ રખડતા ઢોરને લઈને આગામી સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરવામાં આવશે ત્યારે હાઇકોર્ટ દ્વારા આજે રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે તેનું કેટલા અને કેટલા અંશે પાલન થયું છે, તેની વિગતો પણ રજૂ કરવામાં આવશે.

Last Updated : Sep 15, 2022, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details