ગુજરાત

gujarat

ETV Bharat / city

Amos Company ડાયરેક્ટરોના જામીન મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટે કયા મુદ્દે મળી રાહત જાણો

ગત માસમાં સર્જાયેલા બોટાદ લઠ્ઠાકાંડમાં અમદાવાદની એમોસ કંપનીની સંડોવણી બહાર આવી હતી. આ કંપનીમાંથી ઝેરી કેમિકલ સપ્લાય થયું હોવાથી કંપનીના ડાયરેક્ટરોની ધરપકડની કાર્યવાહી શરુ થાય તે પહેલાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યાં છે. Botad Latthakand Gujarat High Court Amos Company in Ahmedabad Application for anticipatory bail Directors of Amos Company

Amos Company ડાયરેક્ટરોના જામીન મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટે કયા મુદ્દે મળી રાહત જાણો
Amos Company ડાયરેક્ટરોના જામીન મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટે કયા મુદ્દે મળી રાહત જાણો

By

Published : Aug 18, 2022, 6:39 PM IST

અમદાવાદસમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચનારા અને 42 લોકોના મોતના મામલે રાજ્યમાં ચકચાર મચાવી દેનારા બોટાદ લઠ્ઠાકાંડના ઝેરી કેમિકલ સાથે સંકળાયેલી અમદાવાદની એમોસ કંપનીના બે ડાયરેક્ટરોને હાઇકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.આ બંનેના આગોતરા જામીન હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યાં છે.

આગોતરા જામીન આપ્યાંઝેરી લઠ્ઠાકાંડની તપાસમાં એમોસ કંપનીમાંથી કેમિકલ સપ્લાય થવાનું ખુલ્યું હતું. જેને લઇને તપાસ એજન્સી દ્વારા કંપનીના ડાયરેક્ટરોની ધરપકડ કરવાની તજવીજ કરવામાં આવી રહી હતી. પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા એમોસ કંપનીના બન્ને ડાયરેક્ટરોને આગોતરા જામીન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો બોટાદ લઠ્ઠાકાંડ બાદ જાગેલા તંત્રએ પાંચ વર્ષથી લાયસન્સ વગર ધમધમતા એમોસના પીપળજ યુનિટને કર્યું સીલ

ધરપકડ ઉપર પણ મનાઈ હુકમઆ વિશે વધુ વિગતો જોઈએ તો લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલી અમદાવાદની એમોસ કંપનીના બે ડાયરેક્ટરોની ધરપકડ થાય તે પહેલાં જ કંપનીના ડાયરેક્ટર ચંદુભાઈ ફકીરભાઈ પટેલ અને પંકજ પટેલે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેના પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બન્ને ડાયરેક્ટરોની વાતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આગોતરા જામીનની અરજી મંજૂર કરી હતી અને વચગાળાની રાહત સ્વરૂપે બંને ડાયરેક્ટરોની ધરપકડ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

આ પણ વાંચો Botad Lathha Kand: વૃદ્ધ મહિલાની જિંદગીનો છેલ્લી ઘડીનો ટેકો ઝેરી દારૂએ છીનવી લીધો

બંને આરોપીની વયને ધ્યાને લેવાઇ અહીં એ મહત્વનું છે કે એમોસ કંપનીના ડાયરેક્ટર અને બોટાદ લઠ્ઠાકાંડના આરોપીપૈકી એક આરોપીની ઉંમર 90 વર્ષ છે અને બીજા આરોપીની ઉંમર 84 વર્ષની હોવાથી તેમની ઉંમરને ધ્યાને લઈને હાઇકોર્ટે તેમની આગોતરા જામીનની અરજી માન્ય રાખી હતી અને તેમની ધરપકડ માટે વચગાળા માટે મનાઈનો હુકમ ફરમાવ્યો હતો. Botad Lathakand Gujarat High Court Amos Company in Ahmedabad Application for anticipatory bail Directors of Amos Company

ABOUT THE AUTHOR

...view details