અમદાવાદ : PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટેથી (PSI Promotion Controversy) મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ખાતામાં MT સેક્શનમાં કાર્યરત કોન્સ્ટેબલોને હાઈકોર્ટે વચગાળાની (HC Granted Relief to Constables) રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે MT સેક્શનમાં કામ કરી રહેલા અરજદાર કોન્સ્ટેબલોને ફિઝિકલ એક્ઝામ આપવાની છૂટ આપી છે. ગુજરાતમાં આગામી સમયમાં લેવામાં આવેલી PSIની પરીક્ષાને લઇને હાઇકોર્ટે મોટો નિર્ણય જાહેર કર્યો છે.
આ પણ વાંચો :શું હવે PSIની ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો....!
શું હતો મામલો : PSIની ખાતાકીય પરીક્ષા મામલે MT વિભાગના કર્મચારીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં PSIની ભરતીમાં પ્રમોશનના આધાર પર તેમને લેવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. એટલુ જ નહિ, 23 મેના રોજ લેવાનાર ફિઝિકલ અને 26મી ના રોજ લેવાનાર મેઈન એક્ઝામમાં પણ તેમને બેસવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજથી જ ફિઝિકલ એક્ઝામ (Physical exam to constables) શરૂ થાય છે અરજદારનું પરિણામ પિટિશન પેન્ડિંગ છે.
આ પણ વાંચો :PSI Exam Results 2022: 268થી વધુ ઉમેદવારોએ પરિણામને અયોગ્ય જણાવતા કરી હાઈકોર્ટમાં અરજી, શું હતી વિદ્યાર્થીઓની માંગ?
PSI માટેની ફિઝિકલ એક્ઝામ શરૂ -આ મુદ્દે હાઇકોર્ટે MT સેક્શનમાં કામ કરી રહેલા અરજદાર કોન્સ્ટેબલોને ફિઝિકલ એક્ઝામ આપવાની હાઇકોર્ટે આપી છૂટ આપી છે. જોકે, કોર્ટે એમ પણ કહ્યું છે કે, જ્યાં સુધી અરજદારોનું પરિણામ પિટિશન પેન્ડિંગ છે ત્યાં સુધી જાહેર નહિ કરવામાં આવે. જેને લઈને આ સમગ્ર મામલે ફિઝિકલ પરીક્ષા પાસ થાય તો મેઈન એક્ઝામમાં બેસવા દેવા કે કેમ એ અંગે કોર્ટ 31 મે ના રોજ નિર્ણય લેશે. મહત્વનું છે કે, આજથી PSI માટેની ફિઝિકલ એક્ઝામ (PSI Physical exam) શરૂ થાય છે.