- SDMએ સત્તા બહાર ઓર્ડર કરતા હાઈકોર્ટે ઓર્ડર રદ કર્યો
- SDM દાદરા નગર હવેલીમાં પાવરનો ઉપયોગ કઈ રીતે કરી શકે?
- હાઈકોર્ટે અરજદારને 10000 રૂપિયા ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદ : નવસારીમાં દારૂના ગુનામાં પકડાયેલા આરોપીને SDMએ નજીકના જિલ્લાઓ સહિત યુનિયન ટેરેટરીમાંથી પણ તડીપાર કરતા હાઈકોર્ટે તડીપારનો ઓર્ડર રદ કરવાની સાથે રૂપિયા 10,000 ખર્ચ પેટે આપવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટના ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાયે નોંધ્યું હતું કે, આ કેવી શેખગીરી છે! SDMને આ પ્રકારની સત્તા કોણે આપી?
SDM ગુજરાત સિવાય બહારની જગ્યાએ તેના પાવરનો ઉપયોગ કઈ રીતે કરી શકે?
નવસારીમાં દારૂ સાથે ઝડપાયેલા એક વ્યક્તિની સામે ત્રણ ગુના નોંધાયા હોવા છતા પુરવાર થયા ન હતા. તેમ છતા નવસારીના SDMએ આરોપીને 8 જિલ્લા સહિત યુનિયન ટેરિટરીમાંથી પણ બે વર્ષ માટે તડીપાર કર્યો હતો. જેની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે SDMનો આદેશ રદ્દ કરતા અરજદારને રૂપિયા 10 હજાર ચૂકવવા આદેશ કર્યો હતો. પોતે અહીં નોંધ્યું હતું કે, SDM ગુજરાત સિવાય બહારની જગ્યાએ તેના પાવરનો ઉપયોગ કઈ રીતે કરી શકે? જોકે, SDMએ હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ઉલ્લેખ કર્યો હતો કે, આરોપી અગાઉ આવા ગુનામાં ઝડપાયો હતો અને તે યુનિયન ટેરિટરીના નજીકના જિલ્લામાં જ રહે છે.