ગુજરાત

gujarat

ETV Bharat / city

બાળલગ્ન કરાવવાના ગુનામાં ગુજરાત હાઈકોર્ટે માતાપિતાને 30 હજારનો દંડ ફટકાર્યો - gujaratinews

બાળલગ્નની પ્રથા હજુ પણ ચાલુ હોવી ખુબ જ દુઃખદ વાત છે. 21મી સદીમાં પણ બાળલગ્ન યથાવત્ છે. ત્યારે બાળલગ્ન કરાવવાના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે બંને બાળકોના માતા પિતાને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

બાળલગ્નની પ્રથા
બાળલગ્નની પ્રથા

By

Published : Oct 22, 2020, 12:02 PM IST

  • બાળલગ્નના કરાવનાર માતાપિના ને હાઈકોર્ટે 30 હજારનો દંડ ફટકાર્યો
  • સગીરાએ પતિ વિરુધ્ધ બળજબરી પૂર્વક શારીરિક સંબધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી
  • બનાવ વખતે પત્નીની વય 11 વર્ષ અને પતિની વય 17 વર્ષ હતી

અમદાવાદ: બાળલગ્ન કરાવવાના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે બંને બાળકોના માતા પિતાને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઓગસ્ટ માસમાં સાસરીયાના ઘરે ગયેલી 11 વર્ષિય પત્નીએ તેના પતિ સામે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવાની ફરિયાદ જામનગરના સિક્કા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, બંને બાળકોના વાલીને તેમના બાળકોનું બાળપણ બરબાદ કરવા માટે ફટકારવામાં આવ્યો છે.

બાળકોનું નાનપણ બરબાદ કરવા બદલ બંનેના માતા-પિતાને દંડ

ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી હતી. જેના પગલે બંને પક્ષો વચ્ચે સમાધાન થયુ હતુ. હાઈકોર્ટે ફરિયાદ રદ કરતા અવલોકન કર્યુ હતુ કે, કેસમાં સમાધાન થયું અને બંને પરિવારો વચ્ચે વધુ સ્થિતિ ન બગડે તેમજ અરજદાર પતિ અને પત્ની સારી રીતે જીવન ગુજારી શકે તેને ધ્યાનમાં રાખીને ફરિયાદ અને તેનાથી થતી કાર્યવાહી રદ કરવામાં આવે છે. કોર્ટે નોંધ્યું હતુ કે, બાળકોનું નાનપણ બરબાદ કરવા બદલ બંનેના માતા-પિતાને દંડ ફટકારવામાં આવે છે. આ દંડ હાઈકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

પત્નીની ઉંમર 11 વર્ષ અને પતિની ઉંમર 17 વર્ષ

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેમનાં લગ્ન 7મી ફેબ્રુઆરી 2015નાં રોજ કરાવવામાં આવ્યાં હતાં. 2016માં જ્યારે તેના સાસરિયા ઘરે ગઈ ત્યારે તેના પતિએ તેની મરજી વિરૂદ્ધ બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ બનાવ વખતે પત્નીની ઉંમર 11 વર્ષ અને પતિની ઉંમર 17 વર્ષ હતી. સગીર વયની પત્ની દ્વારા નોંધવામાં આવેલી FIR રદ કરાવવા માટે અરજદાર પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના ચુકાદા રૂપે આજે ફરિયાદ રદ કરવામાં આવી હતી. બંનેના માતાપિતાને 30 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details