- મનપાએ STP અપગ્રેડ કરવા વલ્ડ બેન્ક પાસેથી 3000 કરોડની ગ્રાન્ટ મેળવી
- દૂષિત પાણીને ટ્રીટ કરી ઔદ્યોગિક એકમોને વેચવાનું મનપાનું આયોજન
- NGT ના નવા નોર્મસ મુજબ પ્લાનિંગ મનપાએ હાથ ધર્યુ
અમદાવાદ: સાબરમતી નદીના પ્રદુષણને ઘટાડવા મનપા કેવા પ્રકારનું આયોજન કરી રહી છે તે મુદ્દે જણાવતા જતીન પટેલે કહ્યું કે," હાલ મનપા NGT ના નવા નોર્મસ મુજબ STP પ્લાન્ટસને અપગ્રેડ કરવા તરફ આગળ વધી રહી છે. STP માંથી જે પાણી ટ્રીટમેન્ટ થયા બાદ નદીમાં ઠલવાઇ રહ્યું છે તેના COD અને BOD NGTના નવા નોર્મસ મુજબ હોય તે માટે મનપા કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. આ માટે મનપાએ વલ્ડ બેન્ક પાસેથી રૂપિયા 3 હજાર કરોડની લૉન માટે MOU કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પરંતુ આ સામે ઔદ્યોગિક એકમો નવા અપગ્રેડ STP પ્લાન્ટસમાં પ્રદુષિત પાણી ન ઠાલવે તે માટે મનપા શું કરશે તે માટે મનપા પાસે કોઈ નક્કર આયોજન હોવાનું સામે આવ્યું નથી.
વર્ષ 2019-20 માં પણ નદીની સફાઈ હાથ ધરાઈ પણ પરિસ્થિતિ જેસે થે વેસે
વર્ષ 2019-20 માં પણ મોટા ઉપાડે મનપાએ સાબરમતી નદીની સાફસફાઈની મોટા પાયે ઝુંબેશ ઉપાડી હતી. જેમાં પૂર્વ મનપા કમિશનર વિજય નહેરાએ જનભાગીદારીથી અને સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ લઇ નદીનો કચરો દૂર કર્યો હતો. રાજ્યના કેબિનેટ મંત્રીથી લઇ સ્થાનિક કાઉન્સિલરોએ પણ નદીની સફાઈના ફોટો પડાવી જાહેરાત કરી હતી. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા પણ નદીના 20 થી વધુ ઈંલેટ્સ બંધ કર્યા હોવાની કામગીરી પણ કરી બતાવવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ ફરીથી પરિસ્થિતિ જેસે થે વેસે ની જ બની ગઈ છે.
આ પણ વાંચો :PM મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું, કહ્યું લોકો તમારી રાહ જોઈ રહ્યા છે