ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે બનાવો વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, HCએ રિલાયન્સ ગૃપને આપી મોટી રાહત - Central Zoo Authority of india

જામનગરમાં રિલાયન્સ ગૃપ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહ્યું છે. તેના નિર્માણને અટકાવવા ગુજરાત હાઈકોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. જોકે, આ તમામ અરજીઓને ફગાવી હાઈકોર્ટે રિલાયન્સ ગૃપને મોટી રાહત આપી છે. reliance world largest zoo, gujarat high court dismissed PIL.

હવે બનાવો વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, HCએ રિલાયન્સ ગૃપને આપી મોટી રાહત
હવે બનાવો વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, HCએ રિલાયન્સ ગૃપને આપી મોટી રાહત

By

Published : Aug 31, 2022, 12:15 PM IST

જામનગરશહેરમાં રિલાયન્સ ગૃપ (reliance world largest zoo) દ્વારા જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે, પરંતુ આ પ્રાણી સંગ્રહાલયના નિર્માણને અટકાવવા માટે (reliance world largest zoo) થઈને અનેક પ્રકારની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. તો હવે આ પ્રાણી સંગ્રહાલયને લઈને જે જાહેર હિતની અરજીઓ (PIL against reliance world largest zoo) કરવામાં આવી હતી. તે તમામ પર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટ આ તમામ અરજીઓનો ફગાવી (gujarat high court dismissed PIL) દીધી છે અને જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે. તેને મંજૂરી આપી દીધી છે.

કેસની વિગતરિલાયન્સ ગૃપ દ્વારા વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગરમાં બનવા જઈ રહ્યું છે. તેવામાં અનેક પ્રકારની જાહેર હિતની અરજી આ પ્રાણી સંગ્રહાલયના નિર્માણને અટકાવવા (PIL against reliance world largest zoo) માટે થઈ હતી, જેમાં આ અરજીમાં એવા દાવા કરવામાં આવ્યા હતા કે, શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાણીઓને આ સ્થળ સુરક્ષા આપી શકશે.

પ્રાણીઓની સુરક્ષા થઈ શકે તેવું વાતાવરણ નથી એટલું જ નહીં, આ જે પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે. તેમાં જે પણ પ્રાણીઓ લાવવાના હતા. તેમ હવાઈ માર્ગ દ્વારા વિમાન મારફતે લાવવાના હતા. ત્યારે શું આ પ્રાણીઓ માટે સુરક્ષિત છે એવા પ્રકારના પણ અરજીમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તો રાજ્ય સરકાર પાસે અને પ્રાણી સંવર્ધન વન વિભાગ (animal husbandry forest department gujarat) પાસે પ્રાણીઓનું સુરક્ષા થઈ શકે એવું વાતાવરણ પણ અહીંંયા નથી.

કેન્દ્ર સરકાર પર થયા હતા આક્ષેપ તો આ પ્રાણીઓને અહી લાવવા સુરક્ષિત નથી એવી પણ આક્ષેપો કેન્દ્ર સરકાર ઉપર કરવામાં (reliance world largest zoo) આવ્યા હતા. સાથે જ વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષાની બાબતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને પ્રાણી સંગ્રહાલયના નિર્માણ ઉપર રોક લગાવતી અરજી હાઈકોર્ટમાં કરવામાં (gujarat high court dismissed PIL) આવી હતી.

આ પણ વાંચોACP સી કે પટેલ વિરુદ્ધ સુરત કોર્ટ દ્વારા સમન્સ, વકીલને ચેમ્બરમાં માર મારવાનો કેસ

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રજૂ કર્યો જવાબ હવે આ સમગ્ર મામલે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (Central Zoo Authority of india) દ્વારા દેશ વિદેશથી લવાયેલા પ્રાણીઓના જીવ અને આરોગ્યની યોગ્ય કાળજી રાખવામાં આવશે તેમ હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. આથી આ મુદ્દે હાઈકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ અરજીનો નિકાલ કર્યો હતો અને પ્રાણી સંગ્રહાલયના નિર્માણને મંજૂરી આપી હતી.

આ પણ વાંચોરખડતા ઢોર મુદ્દે HCની લાલ આંખ, AMCને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી મહત્વનું છે કે, આ જ મુદ્દો કેરળ હાઈકોર્ટમાં પણ ચાલ્યો હતો, જ્યાં કેરળમાંથી જે પ્રાણીઓ ગુજરાતમાં આવવાના છે. ત્યાં પણ આવી જ એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી અને આ જ અરજીને કેરળ હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ આરજીને ફગાવી દીધા બાદ હવે ગુજરાત હાઇકોર્ટે પણ આ અરજીને (gujarat high court dismissed PIL) અમાન્ય રાખીને પ્રાણી સંગ્રહાલયને લીલી ઝંડી આપી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details