અમદાવાદ શહેરમાં આવેલા પરિમલ ગાર્ડન પાસેના છડાવાડ પોલીસ ચોકીથી લઈને પરિમલ ક્રોસ રોડ તથા ગુજરાત કોલેજ ક્રોસ રોડથી એલિસ બ્રિજનો રસ્તો 60 થી 100 ફૂટ પહોળો કરવાના મુદ્દે સિવિલ કોર્ટમાં જે અરજી થયેલી છે. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે સિવિલ કોર્ટને નિર્દેશ આપ્યાં છે. હાઇકોર્ટે કહ્યું છે કે આ હાઈ પ્રોફાઈલ અરજીઓ પરની સુનાવણી એક વર્ષમાં ઝડપથી કરી નિકાલ લાવવામાં આવે.
કેસની વિગત આ કેસની વિગતો જોઈએ તો ભારે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છડાવાડ પોલીસ ચોકીથી લઈને પરિમલ ક્રોસ રોડથી ગુજરાત કોલેજ ક્રોસ રોડથી એલિસ બ્રિજ સુધીનો રસ્તો 60 થી 100 ફૂટ પહોળો કરવા માટે કામ હાથમાં લીધું હતું. પરંતુ આ વિસ્તારમાં રહેતા બંગલાના માલિકો amc પ્લાન સાથે સહમત ન હતાં. તેથી એએમસી દ્વારા બંગલાના માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ પાઠવવામાં આવતા બંગલાના માલિકો અને એએમસી વચ્ચે 2007 થી કાયદાકીય જંગ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો Gujarat riots : SITએ કર્યો મહત્વનો ખૂલાસો, ત્રણેય આરોપીઓએ ષડયંત્ર રચવા લીધા લાખો રૂપિયા
સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો એએમસી દ્વારા જે બંગલા માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની જમીન સુપરત કરવા અને શેરીના ભાગમાં તેમનું જે બાંધકામ છે તેને હટાવવામાં આવે. આ નોટિસ મળતાંની સાથે જ એએમસી અને બંગલાના માલિકો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેને લઈને અનેક બંગલા માલિકોએ કોર્ટમાં અરજી કરી હતી. વિવાદ વકરતાં કેસના ઘણા મુદ્દા સહિત સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો. જોકે આ કેસ દરમિયાન એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ રસ્તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે તેથી એએમસી દ્વારા વિસ્તારમાં રસ્તો પૂરો કરવાના ઇરાદે અહીં રહેતા બંગલા માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી.
તમામ બંગલા 1933માં બનેલા છે મહત્વનું છે કે આ તમામ બંગલા વર્ષ 1933માં ટીપી સ્કીમ દાખલ થયા પહેલાં બનેલા છે. આ પછી સરકારે વર્ષ 1983માં રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન્ટનો વિચાર કર્યો હતો. ક્યારેય આ પ્લાન બહાર આવ્યો નહીં અને આ પછી વર્ષ 2007માં એમસીએ આ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે બંગલા માલિકોએ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. અને આ સમયે પણ તેમણેે રજૂઆત કરી હતી કે એમસીએ તેમને સાંભળ્યા વગર જ નોટિસ પાઠવી દીધી છે. જેથી એ સમયે હાઇકોર્ટ એએમસીની નોટિસને રદ કરી હતી.
આ પણ વાંચો માત્ર બે દિવસના નવજાત શિશુની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી, જાણો શું છે સમગ્ર મામલો?
હાઈકોર્ટની ટકોર કારણ વગરની મુદત પાડવામાં ન આવે બીજી બાજુ આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં જતા સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો અને બંગલા માલિકોની તરફેણમાં આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ કેસ ફરીથી હાઇકોર્ટમાં ચાલતા આ કેસ સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટે સિવિલ કોર્ટને આદેશ કર્યો છે કે તમામ પક્ષકારોને નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં કારણ વગરની મુદત પાડવામાં આવે નહીં અને આ કેસ ચલાવવામાં ટ્રાયલ કોર્ટની સહયોગ આપવામાં આવે. જેથી આ કેસની સુનાવણી જલદી પૂર્ણ થાય અને નિર્ણય આવે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એક વર્ષની અંદર આ હાઈ પ્રોફાઈલ કેસની સુનાવણી પૂર્ણ કરી આ મુદ્દાનો ઉકેલ લાવી દેવામાં આવે.