અમદાવાદગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો પરિપત્ર (Chief Justice Issued Important High Court Circular ) બહાર પાડવામાં આવ્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નિર્દેશ અનુસાર પરિપત્ર (Chief Justice issued High Court circular) બહાર પાડવામાં આવેલો છે કે, પોક્સો સાથે જો એટ્રોસિટીનો ગુનો હોય તો આ સંદર્ભે વકીલોએ હાઈકોર્ટમાં ફોજદારી પરચુરણ અરજી (Criminal Miscellaneous Application) દાખલ કરવાની રહેશે. રજિસ્ટ્રીએ પણ આ મુજબ અરજીની નોંધણી કરવાની રહેશે.
આ પણ વાંચોપર્યુષણ પર્વ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રાખવા AMCના હુકમ સામે HCમાં અરજી
શું છે સમગ્ર મામલોપરિપત્રમાં કહેવાયું છે કે, પોક્સો કાયદો 2012 (POCSO Act 2012) અને એટ્રોસિટી એક્ટ 1989 (Atrocities Act 1989) હેઠળના ગુનામાં સીઆરપીસીની કલમ 439 હેઠળ કરાતી જામીન અરજીઓ હવે ક્રિમિનલ મિસલિનિયસ એપ્લિકેશનના (Criminal Miscellaneous Application) મથાળા હેઠળ નોંધાશે અને દાખલ થશે મહત્વનુ છે કે IPC હેઠળના વિવિધ ગુનાઓ હેઠળ થતી જામીન અરજીઓ ફોજદારી પરચુરણ અરજીના મથાળા હેઠળ થાય છે. હવે પોક્સોની સાથે એટ્રોસિટીનો ગુનો હોય તો ક્રિમિનલ મિસલિનિયસ એપ્લિકેશનના મથાળા હેઠળ જામીન અરજીઓ ફાઈલ થશે.
આ પણ વાંચોહવે બનાવો વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, HCએ રિલાયન્સ ગૃપને આપી મોટી રાહત
રજીસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પડાયો નોંધનીય છે કે, 05 ઓક્ટોબર 2020ના રોજ હાઈકોર્ટના એક સિંગલ જજે એક ચુકાદામાં નોંધેલુ કે, POCSO કાયદો અને એટ્રોસિટી કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં દાખલ થતી જામીન અરજીઓને રજીસ્ટ્રીએ ફોજદારી પરચુરણ અરજીના મથાળા હેઠળ નોંધવાની રહેશે. આ ચુકાદાને અનુલક્ષીને ચીફ જસ્ટિસે ત્વરિતપણે તેનો અમલ કરવા નિર્દેશ આપેલા છે. રજીસ્ટ્રાર (જ્યુડિશિયલ) દ્વારા આ મુદ્દે પરિપત્ર બહાર પાડીને જાણ કરાઈ છે.