અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓડિશાના પુરીમાં યોજવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રાના આયોજન પર રોક લગાવી દીધી છે. આમ, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવા પર રોક લગાવી છે.
નોંધનીય છે કે, 23મી જૂનના રોજ અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજવામાં આવનારી હતી. હાઈકોર્ટે અમદાવાદની રથયાત્રા રદ કરતા નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીની રથયાત્રા રદ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ વધુ હોવાથી રથયાત્રા પર સંપૂર્ણપણે રોક લગાવી દેવાઈ છે. એટલે કે 143મી રથયાત્રા ચાલુ વર્ષે યોજી શકાશે નહીં. ઇતિહાસમાં પહેલીવારમાં રથયાત્રા નહીં નીકળી શકે. હાઈકોર્ટે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યની તમામ રથયાત્રા પર રોક લગાવી છે.
અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે ત્યારે કોરોના વધુ ન ફેલાય તેના માટે ચાલુ વર્ષની 143મી રથયાત્રા રદ કરવામાં આવે. રથયાત્રા યોજવા માટે માંગવામાં આવેલી મંજૂરીનો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જોકે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને રથયાત્ર રદ કરવામાં આવે. રથયાત્રાના દિવસે વહેલી સવારે મુખ્યપ્રધાન અને ઉપ-મુખ્ય પ્રધાન મંદિર ખાતે યોજાતી મંગળા આરતીમાં પણ હાજર રહે છે, જેથી તેમને પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા છે, વળી ચોમાસું પણ નજીક હોવાથી જો વરસાદ આવે તો પણ સંક્રમણ વધુ ફેલાશે. જેથી હાઈકોર્ટ તેમના આદેશનું પાલન કરી તેને રદ જાહેર કરે.