(1) સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર પ્રથમ હાઇકોર્ટ
સમસ્યા સામે પણ કઇ રીતે નવીનીકરણ અપનાવીને સમાધાન લાવી શકાય છે એ માટેનુ ઉત્તમ ઉદાહરણ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High-count Year Ending) આપ્યુ હતુ. સમગ્ર દેશમાંથી ગુજરાત હાઇકોર્ટ દેશની પ્રથમ હાઇકોર્ટ બની કે જેણે કોર્ટમાં ચાલતી સુનાવણીનું જીવંત પ્રસારણ (Important Events of Gujarat High Court) કર્યું. આ સાથે કોર્ટની અન્ય પ્રક્રિયાઓ પણ ઓનલાઇન (Live hearing of high court) કરી જેના કારણે સામાન્ય વ્યક્તિ પણ કોર્ટની પદ્ધતિઓ સાથે જોડાઈ શકે.
(1) સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર પ્રથમ હાઇકોર્ટ (2) પ્રથમ ગુજરાતી મહિલા ન્યાયાધીશ
સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીના પ્રથમ ગુજરાતી મહિલા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ બેલા એમ ત્રિવેદી નિમણૂક પામ્યા છે. સુપ્રીમ કોર્ટમાં થોડા સમય પહેલા જ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ પણ જસ્ટિસ તરીકે નિમણૂક પામ્યા છે.
(2) પ્રથમ ગુજરાતી મહિલા ન્યાયાધીશ (3) સાબરમતી સુઓમોટો
સાબરમતી નદીને નર્કાગાર માંથી બચાવવા ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો (sabarmati suomoto) લીધી છે. સુનાવણી શરૂ થતા ટાસ્ક ફોર્સે અવાર નવાર કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો પરિણામે નદી સાથે જોડાયેલા ગેરકાયદે કનેક્શન અને ઔદ્યોગિક એકમો સામે પગલાં લેવાની કામગીરી મનપા અને જીપીસીબીએ કરવી પડી રહી છે.
(4) ધર્માંતરણનો કાયદો
ગુજરાત સરકાર દ્વારા ધર્માંતરણ (Gujarat conversion)નો કાયદો કે જે લવ જીહાદ તરીકે ઓળખાય છે, તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કાયદાની કેટલીક કલમો ઉપર સ્ટે આપ્યો હતો.
(5) નોનવેજની લારીઓ વિવાદ
રાજકોટ બાદ કેટલીક અન્ય મહાનગર પાલિકાઓ દ્વારા નોનવેજની લારીઓ હટાવવાને લઈ સામે આવેલા વિવાદને હાઇકોર્ટમાં પડકારતાં કોર્ટે કમિશ્નરની ઝાટકણી કાઢી પૂછ્યું હતું કે "હવે અમારે શું ખાવું શું નહી તમે નક્કી કરશો"
(6) નવરાત્રીમાં શેરી ગરબાને મંજૂરી
નવરાત્રીમાં રાજ્ય સરકારે 400 લોકો સુધીની મર્યાદામાં શેરી ગરબાને મંજૂરી આપતા પાર્ટી પ્લોટ અને વિવિધ ક્લબને પણ 400 લોકોની મર્યાદામાં ગરબા રમાડવાની મંજૂરી આપવામાં આવે તેવી અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. કોર્ટે લોકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરતા મંજૂરી આપી ન હતી અને અરજી રદ કરી હતી.
(6) નવરાત્રીમાં શેરી ગરબાને મંજૂરી (7) વેક્સિનેશન
કોરોનાની રસી લેવાની ફરજ પાડી શકાય નહીં તેમજ સરકારી સ્થળો બીઆરટીએસ, એએમટીએસ જગ્યાએ વેક્સિનેશન લીધેલાઓને જ પ્રવેશ આપવાના નિર્ણયને કોર્ટમાં પડકારતા કોર્ટે અરજી ફગાવી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જાહેર હિતમાં અને કોરોના સામેની લડાઈમાં લેવાયેલા નિર્ણય સામે કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે.
(8) પોસ્ટની ભરતી પ્રક્રિયા
અવારનવાર સરકારી ભરતીને લઇ રાજ્ય સરકાર વિવાદમાં સપડાય છે. આવી માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતી પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારતા કોર્ટે સ્ટે આપ્યો હતો. ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઈકોર્ટે સ્ટે આપી ભરતી પ્રક્રિયા આગળ વધારવા ઉપર રોક લગાવી હતી.
(8) પોસ્ટની ભરતી પ્રક્રિયા (9) સુરત એરપોર્ટ
સુરત એરપોર્ટની આસપાસ બનેલી બહુમાળી બિલ્ડીંગને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ હુકમ આપ્યો હતો. એર ફ્લાઇટ માટે અસર કરતી હોય અને નિયમ વિરુદ્ધ હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા કોર્ટે આદેશ આપ્યો હતો.