ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ સામે ફરિયાદ હોય ત્યારે જ પોલીસ સ્ટેશનના CCTV કેમ બંધ હોય? હાઈકોર્ટની ટકોર - ગુજરાત પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી

2 મહિલાઓને ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવા મુદ્દે અરજી થઈ હતી. હાઈકોર્ટે આ મામલે ટકોર કરતાં પૂછ્યું કે, પોલીસ સામે ફરિયાદ હોય ત્યારે જ CCTV કેમ બંધ હોય છે? CCTV ફૂટેજ અંગે JCPએ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ (Gujarat Government's Report On CCTV) પ્રમાણે રાજ્ય સરકારે 619 પોલીસ સ્ટેશનમાં 7327 CCTV કેમેરા ઇન્સ્ટોલ કરાવ્યાં હતાં.

Gujarat Government's Report On CCTV: પોલીસ સામે ફરિયાદ હોય ત્યારે જ પોલીસ સ્ટેશનના CCTV કેમ બંધ હોય છે? હાઈકોર્ટની ટકોર
Gujarat Government's Report On CCTV: પોલીસ સામે ફરિયાદ હોય ત્યારે જ પોલીસ સ્ટેશનના CCTV કેમ બંધ હોય છે? હાઈકોર્ટની ટકોર

By

Published : Mar 24, 2022, 7:23 PM IST

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા (Gujarat Government's Report On CCTV) મુદ્દે સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં 2 મહિલાઓને ટ્રાફિક પોલીસ (Traffic Police Ahmedabad) દ્વારા માર મારવાના મુદ્દે અરજી થઈ હતી. ઘટના સમયે CCTV કેમેરા બંધ હતા. તે મુદ્દે રાજ્ય સરકારે સમગ્ર પોલીસ સ્ટેશન (Police Stations In Gujarat)ના CCTV કેમેરા સંદર્ભે બાબતો રજૂ કરી હતી.

હાઈકોર્ટે CCTV ફૂટેજ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો-કેસની વિગત જોઇએ તો, અમદાવાદ SG હાઇવે (Ahmedabad SG Highway) પર 2 મહિલાઓને ટ્રાફિક પોલીસદ્વારા માર મારવામાં આવ્યો હતો. તે સંદર્ભે હાઇકોર્ટમાં અરજી થઈ હતી. હાઇકોર્ટે આ ઘટના સંબંધિત CCTV ફૂટેજ (Ahmedabad Police CCTV) રજૂ કરવા માટે હુકમ કર્યો હતો, પરંતુ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station)ના CCTV ફૂટેજ બંધ હાલતમાં હતાં. જેથી આ બાબતે હાઈકોર્ટે ટકોર કરી હતી અને સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશનના CCTV સંદર્ભે રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો:Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો

619 પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં હતાં- આ બાબતે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે એ પણ ટકોર કરી હતી કે, પોલીસ સામેની ફરિયાદ હોય એવો બનાવ બને ત્યારે જ પોલીસ સ્ટેશનમાં CCTV કેમ બંધ હોય છે? CCTV ફૂટેજ અંગે JCPએ રિપોર્ટ રજૂ કર્યો હતો તે મુજબ રાજ્ય સરકારે 619 પોલીસ સ્ટેશનમાં 7327 CCTV કેમેરા ઇન્સ્ટોલ કરાવ્યાં હતાં, જ્યારે 7282 CCTV કેમેરા કાર્યરત હોવાની વિગતો તેમણે સોગંદનામામાં રજૂ કરી છે. તો 45 જેટલાં બાકીના CCTV કેમેરા કોઈ તકનીકી કારણોસર બંધ છે તેવો જવાબ રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

30 દિવસ સુધી રેકોર્ડિંગ સાચવી રાખવાની જોગવાઈ-સાથે સાથે રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ એ પણ વાત રજૂ કરી છે કે, દરેક પોલીસ સ્ટેશન જે પણ PSIના હેઠળ હોય તેમાં 9થી 10 જેટલાં CCTV ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે અને જે PIના હેઠળ પોલીસ સ્ટેશન હોય તેમાં 15 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. CCTV અંગેનો ડેલી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે અને 30 દિવસ સુધી CCTV રેકોર્ડિંગ પણ સાચવી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Ahmedabad Blast Case Judgment: બ્લાસ્ટ કેસમાં સજાના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે બચાવ પક્ષ

પોલીસકર્મીએ ખુદના ખિસ્સામાંથી વળતર આપવું પડશે-ઉલ્લેખનીય છે કે, SG હાઇવે પર ગુરૂદ્વારા (gurudwara sg highway) પાસે જે 2 મહિલા અરજદારોને ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો તે મહિલાઓને પણ વળતર ચૂકવવા માટે હાઇકોર્ટે કહ્યું છે. જે મુજબ પોલીસકર્મીએ પોતાના ખિસ્સામાંથી એ વળતર આપવું પડશે. તેમજ તે જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details