- ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન બિલ બાબતે વિચારણા શરૂ કરી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત 2005માં લાવવામાં આવ્યું હતું બિલ
- હવે રાજયના તમામ નાગરિકોને લાગુ પડતું બિલ પર સરકારની વિચારણા
- જો ત્રીજું બાળક આવે તો પણ સરકારી નોકરી જવાનો ભય
ગાંધીનગર: વસ્તીને કંટ્રોલમાં લાવવા માટે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા પોપ્યુલેશન બિલ (population bill) પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે જ્યારે બિલ હવે ટૂંક સમયમાં જ ઉત્તર પ્રદેશની વિધાનસભામાં રજૂ કરવામાં આવશે ત્યારે ઉત્તર પ્રદેશમાં લાવવામાં આવેલ બાબતે ગુજરાત સરકારે પણ અધિકારીઓએ આ બિલ પર અભ્યાસ કરવા અને ખાસ જરૂરી ફેરફાર કરવાના પણ સૂચનો આપ્યા હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે, આમ ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં જ વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવશે તેવી પણ સંભાવનાઓ દેખાઇ રહી છે.
વર્ષ 2005માં તત્કાલીન મુખ્યપ્રધાન લાવ્યા હતા બિલ
ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો લોકલ બોડી ઇલેક્શનમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભામાં ગુજરાત લોકલ ઓથોરિટીઝ act 2005નું બિલ રજુ કર્યું હતું. જેમાં લોકલબોડીમાં ચૂંટણી લડનાર ઉમેદવારે ફક્ત બે સંતાન હોય તો જ તેઓ ચૂંટણી લડી શકે તેવું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું જ્યારે વિધાનસભાની ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં આ બિલ અસરકારક ન હતું. તો આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે ઘણા વર્ષ પહેલાં જ આપણે આની શરૂઆત કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લડવા માટે આપણે આ કાયદો કરી દીધો છે.
હવે 2 બાળકો હશે તેને જ સરકાર ના લાભ પ્રાપ્ત થશે
ઉત્તર પ્રદેશના બિલ ને અનુસરીને ગુજરાત સરકાર પણ ઓપરેશન બીલ બાબતે ચર્ચા વિચારણા શરૂ કરી છે ત્યારે મહત્વની વાત સામે આવી રહી છે કે બે બાળકો હશે તેવા જ પરિવારને સરકારી સહાય અને ધારાધોરણ પ્રમાણે સરકારના લાભ પ્રાપ્ત થશે પણ જો ત્રણ બાળક હશે તો કોઈપણ પ્રકારના સરકારી લાભ લાગુ થશે નહીં આ મુદ્દો પણ સરકારી બિલમાં સમાવાય તેવી પણ શક્યતાઓ છે.
સરકારી નોકરી મળી અને ત્રીજું બાળક આવશે તો નોકરી ગુમાવી શકે છે કર્મચારી
મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા એવું પણ વિચારણા કરવામાં આવી રહી છે કે જો કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી મળે અને બે બાળક હોય ત્યાં સુધી તેમની નોકરી સુરક્ષિત છે પરંતુ જો ત્રીજું બાળક આવશે તો સરકારી નોકરી ગુમાવવી પડે તેવી પણ સંભાવનાઓ આ બીલના પ્રમાણે દેખાઈ રહી છે. રાજ્ય સરકાર બે બાળક પોલિસીમાં એ પણ વિચારણા કરી રહી છે કે જો 1 બાળક હોય અને ત્યારબાદ બે બાળકના સાથે જન્મ થાય એટલે કે ટ્વીન્સ આવે તો કઇ રીતનું નિયમ લાગુ તે બાબતે પણ સરકાર અત્યારે વિચારણા કરી રહી છે.
2 પત્ની હોય તે બાબતે પણ વિચારણા
અનેક સમાજમાં બે પત્ની રાખવાનો અધિકાર હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવતા બીલ બાબતે આ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવશે આમ બે પત્ની અને બે પત્નીના બાળકોની સંખ્યા બાબતે પણ રાજ્ય સરકાર દિલમાં સ્પર્ધા કરશે અને ત્યારબાદ વિધાનસભા ગૃહમાં કરવામાં આવશે. હવે જો નવું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવશે તો તમામ જાહેર જનતાને આપે લાગુ પડશે જેથી આવનારી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જે ઉમેદવાર ના બે બાળકો હશે તે લોકો જ ઉમેદવારી કરી શકશે.
વસ્તી નિયંત્રણ કાયદા પર કોંગ્રેસની પ્રતિક્રિયા