અમદાવાદગુજરાત સરકારે આખરે વિવિધ નગરપાલિકાઓ માટે વિકાસ કામોને મંજૂરી (Government approved development work for municipalities) આપી દીધી છે. સરકારે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (swarnim jayanti mukhyamantri shaheri vikas yojana) અંતર્ગત ધાંગધ્રા, માણસા, કડી, વડનગર, બાવળા સહિતની નગરપાલિકા માટે કુલ 85,00,00,000 રૂપિયાના વિકાસના કામોને લીલી ઝંડી આપી છે. આ વિકાસના કામોમાં ગટરના કામો, હાઉસ કનેક્શન, પમ્પિંગ મશિનરી જેવા કામો (Development work in Gujarat) કરવામાં આવશે.
ગટરના કામો માટે 3.53 કરોડ મંજૂરમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર નગરપાલિકા વિસ્તારના 5,052 ઘરોની ગટરલાઈનોને મુખ્ય ગટર સાથે જોડાવા માટે 3,53,57,000 રૂપિયા મંજૂર (Government approved development work for municipalities) કર્યા છે. આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના (swarnim jayanti mukhyamantri shaheri vikas yojana) હેઠળ ઘરોની ગટર લાઈન સાથે જોડાવા તેમજ નવી સોસાયટી ઘરને પરિવારદીઠ 7,000 રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
આ પણ વાંચોCM Bhupendra Patel પોરબંદરમાં તિરંગા યાત્રામાં સહભાગી થતાં શું કહ્યું જૂઓ