અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબી રોગચાળાને 2025 સુધી નાબૂદ કરવાની ઘોષણા કરી છે, જે અંતર્ગત ભારતનો રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન પ્રોગ્રામ (NTEP) આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે તત્પર છે. ટીબીના રોગને ક્ષય નામથી પણ ઓળખવામાં આવે છે. ક્ષય રોગ ચેપી છે. ટીબી રોગનાં બે પ્રકાર છે. ફેફસાંનો ટીબી અને ફેફસા સિવાયનો ટીબી જેમ કે, લસિકાગ્રંથિનો, હાડકાં, સાંધા, આંતરડાનો ચેતાતંત્ર મૂત્ર જનન માર્ગનો ટીબી વગેરે.
વડાપ્રધાન મોદીએ ટીબીને વર્ષ 2025 સુધીમાં નાબૂદ કરવાની ઘોષણા કરી, ટીબી નોટિફિકેશનમાં ગુજરાતનો પ્રથમ ક્રમાંક - ટીબી નોટિફિકેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબીના રોગને 2025 સુધીમાં નાબૂદ કરવાની ઘોષણા કરી છે. અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી મહેશ અરૂણ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દિક્ષીત કાપડિયા અને અમદાવાદ ગ્રામ્યના પરિશ્રમથી વર્ષ 2019 અંતર્ગત ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ટીબી નોટિફિકેશન કરાવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ટીબીની કામગીરીને સુદ્રઢ બનાવવા તથા ટીબીના દર્દીઓને મદદરૂપ થવા માટે જેન્સન કંપનીનાં સહયોગથી ફ્રી એક્ષરે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પ્રિઝમ્ટિવ દર્દીઓને વિનામૂલ્યે પ્રાઈવેટ એક્ષરે ફેસિલિટીમાંથી ફ્રીમાં એક્ષરેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે ટીબી નિદાન તેમ જ ટીબી નોટીફિકેશનમાં સુધારો જોવા મળ્યો છે. ફ્રી ઉપરાંત નવીન ટેલી રેડિયોલોજી પ્રોજેક્ટ પણ કાર્યરત છે, જે અંતર્ગત ટીબીનાં દર્દીઓનાં એક્ષરેનું ટેલી રેડિયોલોજી મારફતે વિનામૂલ્યે નિદાન કરવામાં આવે છે. જેના પરિણામો પણ ફાયદાકારક છે. અમદાવાદ જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી મહેશ અરૂણ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અમદાવાદ ડૉ. શિલ્પા યાદવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દિક્ષીત કાપડિયા, અમદાવાદ ગ્રામ્યના અથાક પરિશ્રમથી 2019 અંતર્ગત ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ટીબી નોટિફિકેશન કરાવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીબી રોગચાળાને 2025 સુધીમાં નાબૂદ કરવા અંગેની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ ભારત સરકારની આ ઘોષણાને સત્ય સાબિત કરવાની જવાબદારી ફક્ત ભારત સરકાર, સરકારી કર્મચારીઓની જ નથી, પરંતુ સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જ ટીબી રોગચાળાને 2025 સુધીમાં નાબૂદ કરવાનું શક્ય બનશે.