અમદાવાદઆદ્યશક્તિની ઉપાસનાનું પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ખેલૈયાઓ પણ નવરાત્રિમાં થનગનાટ માટે તૈયાર થઈ ગયા છે. નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું (Navratri 2022)પણ પર્વ છે. ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શક્તિ પીઠો પર ગરબાનું(Gujarat government will organize Garba)આયોજન કરશે.
નવ દિવસો ખૂબ જ પવિત્ર નવરાત્રિ દરમિયાન દેશભરમાં અનેક જગ્યાએ મેળાઓ યોજાય છે. આ ઉપરાંત મંદિરોમાં જાગરણ અને મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની ઝાંખીઓ બનાવવામાં આવે છે. નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવાથી ભક્તોને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ નવ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે. નવરાત્રિ વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી ઉજવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રી (Shardiya Navaratri 2022)નો મહાપર્વ 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબર, બુધવાર સુધી ઉજવાશે.
અંબાજી શક્તિપીઠગુજરાતની ઉત્તરમાં આવેલી અરવલ્લી પર્વતની ગીરીમાળામાં ગબ્બર આવેલો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. તેનું મુળ સ્થાનક તો ગબ્બર છે જેને આરાશુરનુ શિખર તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિમાં અહીં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામે છે. દેશ વિદેશમાંથી લોકો ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે.